જિલ્લામાં મિશ્ર વાતાવરણ વચ્ચે ઠંડીનુ જોર યથાવત્

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૂર્ય દેવ દેખાતાં બપોરના સમયે રાહત થઇ

ગાંધીનગરસહિત જિલ્લાના કલોલ, માણસા અને દહેગામમાં સર્વત્ર મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યુ છે. બે દિવસથી શહેરમાં ઓખીની અસરથી વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી સાંજે સુધી આકાશમાં કાળા વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે ગુરૂવાર સવારે સૂર્ય દેવ દેખાતાં નાગરીકોએ હાસકારોનો અનુભવ કર્યો હતો. પરંતુ થોડા સમયમાં પાછા વાદળો ઘેરાઇ આવતાં ઠંડકનો અહેસાસ થયો હતો. દિવસ દરમિયાન શહેરમાં મિશ્ર વાતાવરણ જોવા મળી હતું. જેથી નાગરિકાને ઠંડીથી થોડી રાહત થઇ હતી.

શિયાળાની સિઝન ધીમે-ધીમે જામી રહી છે. ત્યારે ઓખીની અસરથી શહેરમાં વાતાવરણ પલટાયુ હતું. એક દિવસ વરસાદ પડ્યા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ત્યારે ગુરૂવારે સવારે સૂર્ય પ્રકાશ નિકળતા તમામ નાગરિકોના ચહેરા સ્માઇલથી ખીલી ઉઠ્યા હતાં. પરંતુ થોડીવારમાં સૂર્ય પ્રકાશ પર વાદળા ઘેરાઇ આવતાં વાતાવરણ ફરીથી વાદળછાયુ બની ગયુ હતું. ત્યારે ગાંધીનગરનું મહત્તમ તાપમાન 25 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી નોંધાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...