તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • શેરથા પાસે રિલાયન્સનાં ડીલેવરી બોયને એક્ટીવા પર ઉઠાવી જઇને લૂંટી લીધો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરથા પાસે રિલાયન્સનાં ડીલેવરી બોયને એક્ટીવા પર ઉઠાવી જઇને લૂંટી લીધો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક્ટીવા પર આવેલા શખ્સે તે મારી બેન સાથે અકસ્માત કર્યો કહીને ઉઠાવી લીધો

ગાંધીનગરજિલ્લામાં અડાલજથી કલોલ વચ્ચેનાં વિસ્તારમાં લૂંટનાં સૌથી વધુ બનાવો બનતા રહે છે. ત્યારે બુધવારે કલોલથી સામાનની ડીલેવરી આપીને અમદાવાદ જઇ રહેલા રીલાયન્સ ફ્રેશ મોલનાં ડીલેવરી બોયની શેરથા પાસે રીક્ષા રોકાવીને અક્ટીવા પર લઇ જઇને છરી બતાવીને રૂ. 46 હજારની રોકડ લૂંટી લીધાનો બનાવ સામે આવ્યો છે. અડાલજ પોલીસે ડીલેવરી બોયની ફરીયાદ લઇને દિશામાં તપાસ હાથ ધરી છે.

કલોલ-અડાલજ હાઇ-વે વિસ્તારમાં થોડા મહિના પહેલા એક ટ્રક ચાલકને લૂંટી લેવાની ઘટનામાં પોલીસ કોઇ આરોપીને પકડી શકી નથી. ત્યાં વધુ એક લૂંટનો બનાવ સામે આવ્યો છે. બુધવારે સાંજનાં સુમારે બનેલી લૂંટની ઘટનાની પ્રાપ્ત વિગતોનુંસાર અમદાવાદનાં ચાંદલોડીયા વિસ્તારમાં રહેતા અજયભાઇ ભરતભાઇ પંચાલ અમદાવાદ સ્થિત રીલાયન્સ મોલમાં ડીલેવરી બોય તરીકે નોકરી કરે છે. મોલમાં જે ગ્રાહકો દ્વારા સામાન મંગાવવામાં આવે તે રીક્ષા લઇને અજયભાઇ ડીલીવર કરવા જાય છે. ત્યારે બુધવારે કલોલની એક ગ્રાહકને કરીયાણાનો સામાન પહોચાડીને તેમની કેશ લઇને પોતાની લોડીંગ રીક્ષા લઇને અમદાવાદ તરફ જવા નિકળ્યા હતા. ત્યારે હાઇ-વે પર શેરથા પાસે એક શખ્સ પાછળથી એક્ટીવા લઇને આવ્યો હતો અને અજયભાઇને રોકાવીને અપશબ્દો બોલી મારી બેનને અકસ્માત કરીને કેમ ભાગ્યો તેવુ કહીને ધમકાવ્યો હતો. જો કે અજયભાઇએ જણાવ્યુ હતુ કે મે તો કોઇ અકસ્માત કર્યો નથી. પરંતુ સામેને શખ્સ વધુ ઉગ્ર બન્યો હતો અને ખેચીને ચલ તને એક્સીડન્ટ દેખાડુ કહીને એક્ટીવા પર બેસાડી લઇ ગયો હતો. અજયભાઇ એકલા હતા અને તેમની મદદ કરે તેવુ કોઇ હોવાથી તથા પોતે સાચા હોવાથી તેમની સાથે બેસી ગયા હતા. પરંતુ રસ્તામાં શખ્સે પોત પ્રકાશ્યુ હતુ. એક્ટીવા સાથે અજયભાઇને ઝાડીઓમાં લઇ જઇને છરી દેખાડીને ખીસ્સામાં જે હોય તે આપી દેવાનું કહીને 46 હજારની રોકડ પડાવીને અજયભાઇને ભગાડી મુકીને ફરાર થઇ ગયો હતો. અજયભાઇએ અંગે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ ગોસ્વામીએ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો