તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કુલ 1613 બેલેટ યુનિટ અને 1547 કંટ્રોલ યુનિટની વ્યવસ્થા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુલ 1613 બેલેટ યુનિટ અને 1547 કંટ્રોલ યુનિટની વ્યવસ્થા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1342 બુથ સામે 1815 વીવીપેટ તૈયાર કરાયા

વિધાનસભાનીચૂંટણીમાં ઇલેકટ્રોનિક વોટિંગ મશીન મુદ્દે દેશ વ્યાપી શંકા કુશંકાના પગલે ભારતના ચૂંટણી પંચ દ્વારા હવે વોટર વેરિફાઇંગ પેપર ઓડિટ ટ્રેઇલ મતલબ કે વીવીપેટ મશીનનો ઉપયોગ શરૂ કરાયો છે. જિલ્લામાં તમામ 1342 મતદાન મથક પર વીવીપેટ મુકાવાના છે. ત્યારે કલેક્ટર સતિષ પટેલે જણાવ્યું કે ક્યાંય કોઇ મશીનમાં તાંત્રિક ખામી ઉભી થાય તો તેને તુરંત બદલવા માટે કુલ 1815 વીવીપેટ મશીન તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે મતદાન મથકોની ઉપરોક્ત સંખ્યાની સામે 1613 બેલેટ યુનિટ અને 1547 કંટ્રોલ યુનિટ સાથેના ઇવીએમ તૈયાર રાખવામાં આવ્યા છે. મતદાનની પ્રક્રિયા સુચારૂ પાર પાડવા માટે અને તમામ મતદાન મથક પર ઓછામાં ઓછા એક મહિલા કર્મચારી રહે તેના માટે 1342 મહિલા સહિત 5178 કર્મચારીઓને તાલીમ આપી દેવામાં આવી છે. વિદેશી દારૂના કાયદેસરના વેચાણ પર પણ તારીખ 7મીથી પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે, જેના સંબંધે તારીખ 14મી સુધી અને તારીખ 18મી ડિસેમ્બરે મત ગણના દિવસે પણ પરવાનાવાળી દુકાનો બંધ રખાવવામાં આવશે.

ચૂંટણી સ્ટાફને પહોંચાડવા 154 રૂટ બનાવાયા

મતદાનમથક પર ચૂંટણી સ્ટાફને પહોંચાડવા માટે દહેગામ મત વિસ્તારમાં 25, ગાંધીનગર દક્ષિણમાં 39, ગાંધીનગર ઉત્તરમાં 31, માણસામાં 29 અને કલોલ મત વિસ્તારમાં 30 મળીને જિલ્લામાં કુલ 154 રૂટ નિયત કરાયા છે.

26 પોલીસ ચેકપોસ્ટ પૈકી 15 પર લગાવાયા કેમેરા

પોલીસદ્વારા 26 જગ્યાએ ચેકપોસ્ટ ઉભા કરવામાં આવ્યા છે, પૈકી 15 નાકા પર કેમેરા લગાડાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 82,640ની કિંમતનો 4123 લીટર દેશી દારૂ અને 3.36 કરોડની કિંમતની વિદેશી દારૂની 1.28 લાખ બોટલ પકડાઈ છે.

105 ખાનગી વાહન રિક્વીઝેટ, 164 બસ દોડાવાશે

ચૂંટણીની કામગીરીમાં પરિવહનની વ્યવસ્થા કરવા માટે 105 ખાનગી વાહન રિક્વીઝેટ કરી લેવામાં આવ્યા છે. ઉપરાંત ચૂંટણીના સ્ટાફ અને સામગ્રી પહોંચાડવા માટે એસટીની 164 બસ મેળવવા માટેની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. જેનું સરકારી દરો પ્રમાણે ભાડુ ચૂકવાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો