તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

30મી નવેમ્બર ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણી જંગમાં રહેનાર મૂરતિયાનું ચિત્ર આજે સ્પષ્ટ થઈ જશે

જિલ્લામાંઉમેદવારી પાછી ખેંચવાનો તારીખ 30મીએ છેલ્લો દિવસ છે અને બુધવારે 6 ઉમેદવારી પાછી ખેંચાતા 79 મૂરતિયા મેદાનમાં રહ્યા હતાં. હવે ચૂંટણી જંગમાં કેટલા હરિફ ઉમેદવારો કઇ બેઠક પર સામ સામે રહે છે, તેનું આખરી ચિત્ર તારીખ 30મીએ સામે આવશે.

જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી વિપુલ ઠક્કરના જણાવવા પ્રમાણે હાલની સ્થિતિએ દહેગામ મત વિસ્તારમાં સૌથી ઓછા 9 હરિફ ઉમેદવાર મેદાને રહ્યાં છે, કેમ કે અહીં માન્ય રહેલા 12 પૈકીના 3 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા હતાં. કલોલ મત વિસ્તારમાં 2 ઉમેદવારી પરત ખેંચાવાની સાથે હવે 17 ઉમેદવાર મેદાને રહ્યા છે અહીં 19 ફોર્મ માન્ય રહ્યા હતાં. માણસામાં હવે 26 ઉમેદવાર મેદાને રહ્યાં છે, અહીં 1 ઉમેદવારી પાછી ખેંચાઇ છે, જ્યાં 27 ફોર્મ માન્ય રહ્યા હતાં. ગાંધીનગર ઉત્તર અને ગાંધીનગર દક્ષિણ મત વિસ્તારમાં બુધવારે એકપણ ઉમેદવારી પાછી ખેંચાઇ હતી. ઉત્તર મત વિસ્તારમાં 17 ફોર્મ માન્ય રહ્યાં છે અને દક્ષિણ મત વિસ્તારમાં 10 ઉમેદવારી માન્ય રહેલી છે. હવે ગુરુવારે બપોરે 3 વાગ્યા સુધીમાં કોઇ ઉમેદવારી પાછી ખેંચાશે તો ઉમેદવારોની સંખ્યા ઘટશે.

અન્ય સમાચારો પણ છે...