પોઝિટિવ ન્યૂઝ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલની સરકારી કચેરીઓના કમ્પાઉન્ડમાં વરસાદી પછી ગંદકી

કલોલ |બે દિવસ અગાઉ કલોલ શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે સરકારી કચેરીઓના કમ્પાઉન્ડમાં ભરાઇ રહેલા પાણી હજુ સુધી આસર્યા નથી. તેના કારણે ગંદકી ફેલાતાં કર્મચારીઓ અને તાલુકામાંથી આવતાં અરજદારો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. કલોલના હાર્દસમા ખુની બંગલા અને જેપી કોમર્શીયલ સેન્ટરના બીજા માળે ઓવલી જીવન વિમાન નિગમની કચેરીની છતમાંથી પામી ટપકી રહ્યું છે. તેમના કારણે સમગ્ર કચેરીમાં પાણી ફેલાઇ રહ્યું છે. જેથી કર્મચારીઓ અને ગ્રાહકો ભારે પરેશાન થઇ રહ્યાં છે. જ્યારે કચેરીની કામગીરીને પણ માઠી અસર થઇ રહી છે. ઉપરાંત તાલુકા કક્ષાની સરકારી કચેરીઓના કમ્પાઉન્ડમાં તો કાદવ કિચ્ચડ જામી ગયો છે.

લખતર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ત્યારે લખતરનું મોતીસર તળાવ છલોકલ ભરાઇ જવાથી લખતર હાઇવે પર આવેલ પીચકારીએથી ઓવરફલો થયુ છે. તો વળી, લખતર હાઇવે પર આવેલ માર્ગ અને મકાનના ગેસ્ટ હાઉસમાં એક પીપળાનું વૃક્ષ ધરાશાયી થયુ છે. લખતરના જાળેશ્વર મહાદેવ મંદિરમાં પુરાણુ પીપળાનું વૃક્ષ નમી જવાથી લાદી પણ ઉખડી ગઇ છે.મ }ભાસ્કર

મોતીસર તળાવ છલકાયુ

અંબોડ ગામની સીમમાં સાબરમતી નદીના કિનારા ઉપર આવેલા મહાકાલી માતાના મંદિરમાં ધસમસતુ પુરનું પાણી ફરી વળ્યુ છે. તેના કારણે મંદિરના પરિશર અને છેક મૂર્તિ તરફ પાણી ભરાઇ ગયાં છે. તેના કારણે બે દિવસથી મંદિરમાં પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. દર્શનાર્થીઓ દૂરથી માતાજીના દર્શન કરી પરત ફરી રહ્યાં છે અને ગ્રામવાસીઓ પુરના પાણી ઓસરી જવાની પ્રતિક્ષા કરી રહ્યાં છે. }રાકેશ શુક્લ

અંબોડનું મહાકાળીનું મંદિર ડૂબ્યું