• Gujarati News
  • દુ:ખ દૂર કરવાના બહાને કડીના ભુવાએ યુવતી સાથે દૂષ્કર્મ આચર્યુ

દુ:ખ દૂર કરવાના બહાને કડીના ભુવાએ યુવતી સાથે દૂષ્કર્મ આચર્યુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલોલતાલુકાના એક ગામાં રહી દોરા-ધાગા કરતા ભૂવાએ પડોશમાં રહેતી યુવતીને દુ:ખ દૂર કરવાના બહાને ફોસલાવી પ઼ટાવી તેની સાથે દૂષ્કૃત્ય આચર્યુ હતું. અંગેની પોલીસ ફરિયાદ સાંતેજ પોલીસ મથકમાં નોંધાઇ હતી. તેની ગંભીરતાને લક્ષમાં લઇ પીઆઇ બી.એન દવેએ આરોપી ભૂવાને ઝડપી લઇ 3 દિવસના રિમાન્ડ ઉપર મેળવી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અંગેની વિગતો એવી છે કે સોમાભાઇ કચરાભાઇ પટેલ (મૂળ રહે- જાસલપુર, તાલુકો- કડી) તાલુકાના એક ગામમાં ઘંડી ચલાવતો હતો અને એકલો રહેતો હતો. તે ગામના લોકોને એવા ભ્રમમાં રાખતો હતો કે તે મેલડી માતાજીનો ભુવો છે અને બાધા આપી દુ:ખ દૂર કરવાનું કામ કરે છે. તેવો પ્રાચાર કરી અનેક પરિવારો સાથે તેણે ધરોબો કેળવ્યો હતો.

બનાવ અંગે ભોગ બનેલી ગામની 20 વર્ષની યુવતી રેખા (નામ બદલ્યુ છે)એ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવાયુ છે કે આજથી 10 દિવસ અગાઉ સોમાં પટેલે મને તેની ગંટી ઉપર બોલાવી હતી. સોમા પટેલ છોકરીના ઘરના સભ્યો સાથે ઘરોબો કેળવતો હોઇ તેમની ઉપર વિશ્વાસ રાખી રેખા ઘંટી ઉપર ગઇ હતી. જ્યાં સોમા પટેલે તેને પ્રસાદ કહીને પેંડો ખવડાવ્યો હતો અને તારૂ દુ:ખ દૂર કરી દઇશ. તેમ કહી તેની સાથે વિધિ કરવાના બહાને તેની નાભી ઉપર કંકુ અને સોપારી મૂકી પૂજા કરી હતી. પેંડો ખાધા પછી માથુ ભારે ભારે લાગવા સાથે ચક્કાર આવતા હતાં. તે વખતે સોમા પટેલ નામના ભુવાએ મને બાથમાં લઇને મારી સાથે દૂષ્કર્મ આચર્યુ હતું. અંગેની હકીકતના આધારે સાંતેજ પીઆઇ બી.એન દવેએ આરોપી સોમાભાઇ કચરાભાઇ પટેલની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ પર મેળવી વધુ તપાસ હાથ ધરી છે.