• Gujarati News
  • ગાંધીનગરિજલ્લાના કલોલ તાલુકાના આમજા ગામમાં રહેતી મહિ‌લા તેના ઘરે

ગાંધીનગરિજલ્લાના કલોલ તાલુકાના આમજા ગામમાં રહેતી મહિ‌લા તેના ઘરે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરિજલ્લાના કલોલ તાલુકાના આમજા ગામમાં રહેતી મહિ‌લા તેના ઘરે રસોઇ બનાવી રહી હતી, ત્યારે અચાનક પ્રયમસ ફાટતાં ભડકો થયો હતો. તેની ઝાળ તેને લાગતાં તે ગંભીર રીતે દાઝી જવા પામી હતી. જેથી તેને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં આજે સારવાર દરમિયાન તેનું મોત થયુ હતું. અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
તાલુકા પોલીસના જણાવ્યા અનુસાર આમજા ગામે હુડકોના ઇન્દિરાનગરમાં રહેતા હંસાબેન ગૌતમભાઇ પરમાર ૮મી સપ્ટેમ્બરના રોજ પોતાના ઘરે રસોઇ બનાવી રહ્યાં હતાં. ત્યારે પ્રાયમસમાં એકાએક ભડકો થયો હતો. તેજ સમયે હંસાબેનના કપડાને ભડકાની ઝાળ લાગી હતી અને જોતજોતામાં કપડા સળગવા લાગ્યા હતાં. જેથી તેમણે ભારે બુમાબુમ કરી મુકી હતી. દોડી આવેલા લોકોએ આગને બૂઝાવી દીધી હતી. ત્યાં સુધીમાં તો હંસાબેન ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી તેઓને સારવાર માટે પ્રથમ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
જ્યાં પ્રાથમિક સારવાર આપી તેમને અમદાવાદ સિવિલમાં ખસેડાયા હતાં. જ્યાં સાંજે વાગ્યે સારવાર દરમિયાન હંસાબેનનું મોત થયુ હતું. તેની જાણ થતાં તાલુકા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પ્રાઈમસમાં ભડકો થતાં દાઝી ગયેલી આમજાની મહિ‌લાનું મોત