ગાંધીનગરથી ઉપડતી શાંતિ એક્ષપ્રેસ ફરી શરૂ કરવા માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરમાં હાલ તહેવાર અને પરીક્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે તહેવાર ટાણે રેલ્વે વિભાગનો એક નિર્ણય નાગરિકો માટે મુશ્કેલી રૂપ બન્યો છે. રેલ્વે વિભાગ દ્વારા ગાંધીનગરથી ઉપડતી ટ્રેઇનમાં શાંતી એક્ષપ્રેસને ફરીથી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જે નિર્ણયને વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ વખોડી કાઢ્યો છે. તેમ ગાંધીનગર શહેર વસાહત મહામંડળના પ્રમુખ અરૂણભાઇ બુચે જણાવ્યુ હતું.

તેમણે વધુમાં કહ્યુ હતું કે,ગાંધીનગરની વિવિધ કોલેજમાં ઉચ્ચ અભ્યાસ કરતાં અને અપડાઉન કરતાં વિદ્યાર્થીઓ, કર્મચારીઓ મોટી સંખ્યામાં શાંતી એક્ષપ્રેસમાં સફર કરે છે. ત્યારે પરીક્ષા સમયે અચાનક ટ્રેન રદ કરવામાં આવતાં વિદ્યાર્થી મુશ્કેલીમાં મુકાયા છે. જો શાંતી એક્ષપ્રેસ ગાંધીનગર કેપીટલ રેલ્વે સ્ટેશન પર હોટલના બાંધકામના કારણે ઉભી રહી શકે તેમ ન હોય તો વિકલ્પ રૂપે મોટી આદરજ કે કલોલ સુધી લંબાવી આપવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો છે.

આ ઉપરાંત એવી પણ રજૂઆત થઈ છે કે શાંતી એક્ષપ્રેસ કે અન્ય ગાડીઓ બંધ કરતા પહેલા લોકોને પડનાર મુશ્કેલીઓ અંગે ઉકેલ લાવવો જરૂરી છે. ત્યારે તારીખ 1 માર્ચથી બંધ થનારી આ ગાડીઓ અંગે રેલ્વે વિભાગે મુસાફરોને જાણ પણ કરી નથી. આ સમસ્યા અંગે મહાપાલિકા અને રાજ્ય સરકારે મધ્યસ્થિ થઇને દુવિધાનું નિરાકરણ લાવવું જોઇએ.

હાલમાં એક તરફ તહેવાર અને પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે ત્યારે તહેવાર ટાણે રેલ્વે વિભાગ તરફથી લેવામા આવેલો આ નિર્ણય આમ જનતા માટે મુસીબતરૂપ સાબિત થઈ શકે તેમ છે. તેથી રેલવે વિભાગ તરફથી બંધ કરવામા આવેલી શાંતી એકસપ્રેસને ફરી શરૂ કરી લોકોને તેનો લાભ મળે તેવી ખાસ વ્યવસ્થા કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...