તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં 43 ઉમેદવારી રદ કરી દેવાઇ: 85 માન્ય ઉમેદવાર રહ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાની5 બેઠક ગાંધીનગર ઉત્તર, ગાંધીનગર દક્ષિણ, કલોલ, માણસા અને દહેગામ વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી લડવા માટે 374 ફોર્મ લેવાયા હતા, તેમાંથી 128 ફોર્મ ભરાયા હતાં. મંગળવારે ફોર્મ ચકાસણી દરમિયાન ડમી તથા મેન્ડેટ હોવાથી, ઓછી ઉંમર હોવાથી, અપુરતા ટેકેદાર હોવાથી, અધુરી માહિતી આપી હોવાથી અને સમય મર્યાદામાં ફોર્મ રજુ નહીં કરવા સહિતના કારણોસર જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કુલ 43 ફોર્મ રદ કરી દેવાયા હતા. માન્ય ઉમેદવારોની સંખ્યા 85 રહી છે.

જિલ્લા ચૂંટણી અધિકારી સતિષ પટેલના જણાવવા પ્રમાણે રદ થયેલા ઉમેદવારી પત્રોમાં સૌથી વધુ માણસામાં 11 અને સૌથી ઓછા 6 દહેગામમાં રદ થયા હતાં. જ્યારે ગાંધીનગર દક્ષિણ અને કલોલમાં 9-9 તથા ગાંધીનગર ઉત્તર મત વિસ્તારમાં 8 ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યા હતાં.

માણસામાં માન્ય ઉમેદવારીની સંખ્યા સૌથી વધુ 27 રહી છે. જ્યારે સૌથી ઓછા ઉમેદવાર 10 ગાંધીનગર દક્ષિણમાં રહ્યાં છે. કલોલમાં 19, ગાંધીનગર ઉત્તરમાં 17 અને દહેગામ મત વિસ્તારમાં 12 ઉમેદવાર માન્ય રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...