જિલ્લામાં 1247 સ્થળ પર 3.63 લાખ લોકો યોગમાં જોડાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્રવિશ્વમાં ૨૧મી જુનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી થનાર છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ વિશ્વ યોગ દિનની ઉજણવીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તે માટે ૨૦મીએ સેન્ટ્રલ વિસ્ટા ખાતે સવારે 6 વાગ્યે યોગ કાર્યક્રમનું રિહર્સલ યોજાશે. ગાંધીનગર ખાતે સેન્ટ્રલ વિસ્ટા, ઘ-૪ ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિનની ઉજવણી કરાનાર છે.

યોગ દિનની ઉજવણીના અધ્યક્ષ સ્થાને શહેરી ગૃહ નિર્માણના રાજય મંત્રી શંકરભાઇ ચૌધરી ઉપસ્થિત રહેશે. સેન્ટ્રલ વિસ્ટા ખાતે યોજાનાર યોગ કાર્યક્રમમાં અંદાજે 7 હજારથી વધુ લોકો ભાગ લેનાર છે. જિલ્લા કલેકટર સતીશ પટેલે જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં ૧૨૪૭ જેટલા સ્થળોએ પણ યોગ દિનની ઉજવણી થનાર છે. જેમાં અંદાજે લાખ ૬૩ હજાર જેટલા લોકો વિવિધ સ્થળોએ યોજાનાર યોગમાં ભાગ લેશે.

ગાંધીનગરમાં યોજાનાર જિલ્લા કક્ષાના યોગ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, સમર્પણ ધ્યાન યોગ સંસ્થા, કરાઇ પોલીસ એકેડેમી, આઇ.ટી.આઇ, એસ.આર.પી.,નહેરૂ યુવા કેન્દ્ર, ડી.એસ.પી.ઓફિસ, કોસ્ટગાર્ડ ડિપાર્ટમેન્ટ, બ્રહ્માકુમારી સંસ્થા, પંતજલિ યોગ સંસ્થા, જી.આઇ.ડી.સી, ભારત વિકાસ પરિષદ, કડવા પાટીદાર સમાજ તથા વી કેર સંસ્થા, ડોકટર્સ એસોસિએશનજુના સચિવાલય કર્મચારી મહામંડળ, બાર એસો, સ્વામિ વિવેકાનંદ યુવક/ મહિલા મંડળ સહિત નવા સચિવાલય અને જિલ્લા કક્ષાના અઘિકારી-કર્મચારીઓ મળી કુલ- ૭,૪૪૫ જેટલા વ્યક્તિઓ જોડાશે.

તે ઉપરાંત જિલ્લાના 4 તાલુકા અને પાલિકા વિસ્તારમાં પણ યોગ દિનની ઉજવણી થનાર છે. તેમા જિલ્લાની ૮૩૩ પ્રા. શાળા, ૩૦૩ માધ્યમિક શાળા, તાલુકાના નહેરૂ યુવા કેન્દ્ર ગ્રામ્ય વિસ્તાર, ગાંધીનગર મનપાના થી વોર્ડ, નાંદોલ ગ્રામ્ય વિસ્તાર, ગાંધીનગર તાલુકામાં સ્થળોએ, કલોલ અને માણસા તાલુકામાં બે-બે સ્થળોએ, જિલ્લાની દિવ્યાંગ બાળકોની ૧૩ સંસ્થાઓમાં, દહેગામના ઔડા ગાર્ડનમાં, પાલુન્દ્ર ગ્રામ્ય વિસ્તારમાં, દહેગામ તાલુકાના બે સ્થળો અને મ્યુનિસિપલ ગાર્ડન મળી ૧૧૭૫ સ્થળોએ યોગનો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં ૩,૫૩,૨૦૯ જેટલા વ્યક્તિઓ યોગ કાર્યક્રમમાં ભાગ લેશે. તેની સાથે સાથે પંતજલિ યોગ સંસ્થાના ૭૦ સ્થળો, દાદા ભગવાન અને નર્સિગ મેડીકલ કોલેજ, ગાંધીનગર ખાતે પણ યોગનો કાર્યક્રમ યોજાશે. જેમાં ૧૦, ૬૮૦ જેટલા લોકો ભાગ લેશે.

સેન્ટ્રલ વિસ્ટા ખાતે 21મી જૂને જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિનની ઉજવણી થશે

અન્ય સમાચારો પણ છે...