તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Kalol
  • શિવાલયોમાં કુમારીકાઓ દ્વારા ગૌરી વ્રતની શ્રદ્ધાપૂર્વક ઉજવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિવાલયોમાં કુમારીકાઓ દ્વારા ગૌરી વ્રતની શ્રદ્ધાપૂર્વક ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિવાલયોમાં કુમારીકાઓ દ્વારા ગૌરી વ્રતની શ્રદ્ધાપૂર્વક ઉજવણી

જિલ્લાભરમાં પાંચ દિવસથી કુમારીકાઓ દ્વારા ગૌરી વ્રત નિમિતે ઉપવાસ રાખવામાં આવ્યા હતા. વ્રત દરમિયાન કુમારીકાઓ મીઠા વગરનું ભોજન કરતી હોય છે. ગૌરી એટલે મા પાર્વતી. ગૌરી વ્રત પાછળની વાયકા પ્રમાણે કહેવાય છે કે વ્રત કરવાથી સારો વર અને સારૂ ઘર મળે છે. કુમારીકાઓ મા પાર્વતીનાં પ્રતિક રૂપે જ્વારા ઉગાડીને ઉપવાસ રાખીને વહેલી સવારે પુજા કરીને મહાદેવનાં મંદિરે જઇને દર્શન કરે છે. રવિવારે ગાંધીનગર, કલોલ, માણસા તથા દહેગામ સહિતનાં નગરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં બાળાઓ દ્વારા મહાદેવની પૂજા કરીને ગૌરી વ્રતની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તસ્વીર-ધર્મેન્દ્રજોષી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો