• Gujarati News
  • કલોલતાલુકાના આમજા ગામમાં રહેતી મહિ‌લા તેના રસોઇ બનાવી રહી

કલોલતાલુકાના આમજા ગામમાં રહેતી મહિ‌લા તેના રસોઇ બનાવી રહી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલતાલુકાના આમજા ગામમાં રહેતી મહિ‌લા તેના રસોઇ બનાવી રહી હતી, ત્યારે અચાનક પ્રયમસ ફાટતાં ભડકો થયો હતો. તેની ઝાળ તેને લાગતાં તે ગંભીર રીતે દાઝી જવા પામી હતી. જેથી તેને સારવાર માટે તાકિદે દવાખાને ખસેડાઇ હતી. આમજા ગામે રહેતા હંસાબેન ગૌતમભાઇ પરમાર પોતાના ઘરે રસોઇ બનાવી રહ્યાં હતાં. ત્યારે પ્રાયમસમાં એકાએક ભડકો થયો હતો. તેજ સમયે હંસાબેનના કપડાને ભડકાની ઝાળ લાગી હતી અને જોતજોતામાં કપડા સળગવા લાગ્યા હતાં. જેથી તેમણે ભારે બુમાબુમ કરી મુકી હતી. દોડી આવેલા લોકોએ આગને બૂઝાવી દીધી હતી. ત્યાં સુધીમાં તો હંસાબેન ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી તેઓને સારવાર માટે ખસેડાયા હતા.
પ્રાયમસમાં ભડકોથતાં આમજાની મહિ‌લા ગંભીર રીતે દાઝી