• Gujarati News
  • કલોલ અને માણસામાં ૧૦૦ ટકા વરસાદ

કલોલ અને માણસામાં ૧૦૦ ટકા વરસાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ અને માણસામાં ૧૦૦ ટકા વરસાદ
ટેલિફોન ડબલા થયાં ને લાઇટ-બ્રોડબેન્ડ ડૂલ
પાટનગરમાંસેક્ટર-૩૦માંવરસાદના પગલે લેન્ડ લાઇન ટેલિફોન મુંગા થઇ ગયા છે. સ્વાભાવિક રીતે તેના કારણે બ્રોડબેન્ડમાં પણ ક્ષતિઓ ઉભી થતાં વેપારીઓ અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. સેક્ટર-૭માં આવી સમસ્યાએ વધુ પરેશાની સર્જી છે. કેમ કે વિસ્તારમાં મોટી સંખ્યામાં દવાખાના અને ખાનગી હોસ્પિટલ આવેલા છે. વરસાદના પગલે લાઇટ ડૂલ થઇ જવાના બનાવ ખાસ કરીને શહેર આસપાસના વિસ્તારમાં બન્યા હતાં.
ચિલોડાહિંમતનગર હાઇ-વે પર વૃક્ષ પડતા ટ્રાફિક જામ
ગાંધીનગરતાલુકાનાંચિલોડાથી હિંમતનગર તરફ જતા નેશનલ હાઇવે નં પર સોમવારની રાત્રે વરસાદનાં પગલે માર્ગ પર લીમડાનું તોતીંગ વૃક્ષ ધરાશયી થતા વાહન વ્યવહારને અસર થઇ હતી. માર્ગની એક સાઇડ વૃક્ષે રોકી લેતા કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતા વૃક્ષ દુર કરાવીને વાહન વ્યવહાર રાબેતા મુજબ કર્યો હતો.
નર્સરીઅને પ્રાથમિક શાળાઓમાં રજા રખાઇ
રાતથીશરૂથઇને સવારે પણ વરસાદ ચાલુ રહેવાનાં કારણે પાટનગરમાં મોટભાગની શાળાઓમાં રજા રાખી દેવામાં આવી હતી. ઘણી શાળાના સંચાલકોએ તો વાલીઓને સામેથી એસએમએસ કરીને રજાની જાણ કરી હતી. ઘણા કિસ્સામાં વાલીઓએ સ્થિતિ સમજીને બાળકોને શાળાએ મોકલ્યા હતાં.
ગુનમાં-વરસોડા વચ્ચે માર્ગ ધોવાયો
માણસાતાલુકામાંભારે વરસાદનાં પગલે ઠેર ઠેર મુશ્કેલીઓ સર્જા‍ઇ હતી. જેમાં ગુનમાં ગામથી વરસોડાને જોડતો માર્ગ ધોવાઇ જતા વાહન વ્યવહારને અસર થઇ હતી.
શરૂઆતના દિવસોથીજિલ્લાના ગાંધીનગર તાલુકામાં વરસાદી કૃપા ઓછી રહી છે અને સીલસીલો હજુ સુધી યથાવત રહેતાં ટકાવારીમાં ગાંધીનગર તાલુકો સૌથી પાછળ રહ્યો છે. વખતે કલોલમાં ૧૦૨ ટકા, માણસામાં ૧૦૦ ટકા, ગાંધીનગરમાં ૭પ ટકા અને દહેગામ તાલુકામાં ૬૭ ટકા વરસાદ થયો છે. જિલ્લાની વરસાદની ટકાવારી ૮૭ ટકા પર પહોંચવા આવી છે.
ઘરમાંપાણી ઘુસ્યા અને વૃક્ષો ધરાશાયી બન્યાં
વ્યાપકવરસાદનીસાથે અનેકવિધ સમસ્યાઓનું સર્જન સાહજીક છે. પરંતુ તેના નિરાકરણ લાવવામાં તંત્ર હંમેશની જેમ ઢીલુ પડી રહ્યું છે. છેલ્લે છેલ્લે થયેલા વ્યાપક વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘુસી જવાના બનાવ વખતે પણ બન્યા છે. બીજી બાજુ મોટી સંખ્યામાં વૃક્ષો ધરાસાયી થઇ ગયા છે.