તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોમાસાનો ચિતાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગાંધીનગરજિલ્લાનો સમગ્ર ગ્રામ્ય વિસ્તાર કૃષિ તથા પશુપાલન પર આધારીત છે. જિલ્લાવાસીઓની આજીવીકા પર વરસાદનાં પ્રમાણની સીધી અસર પડે છે. પરંતુ ચાલુ વર્ષે વરસાદ મોડો પડવા સાથે સાથે ચિંતા સર્જી રહ્યો છે. ચોમાસાનાં પ્રથમ પાસે અત્યાર સુધીમાં જિલ્લામાં સરેરાશ 25 ટકા વરસાદ પડ્યો છે. જિલ્લામાં આટલા ઓછા વરસાદનાં કારણે વરસાદી પાણી જમીનમાં ઉડે જતા તળનાં પાણી ઉંડા ઉતરી રહ્યા છે. ત્યારે જિલ્લાવાસીઓ સારા વરસાદની રાહ જોઇ રહ્યા છે.

રાજયમાં ચોમાસાની ચાલુ સિઝનમાં સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાત તથા ઉતર ગુજરાતમાં પડ્યો છે. ગાંધીનગર જિલ્લામાં છેલ્લા દશ વર્ષનાં વરસાદી રેકર્ડનાં આંકડા પરથી જિલ્લાનો સરેરાશ વરસાદ 738 મીલીમીટર અંદાજવામાં આવ્યો છે. સમગ્ર સિઝન દરમિયાન 738 મીમી વરસાદ પડે તો જિલ્લામાં સો ટકા વરસાદ થયો ગણાય છે. ગત માસથી ચોમાસાની ચાલુ સિઝનનાં પ્રારંભ બાદ તા 18મી જુલાઇ સુધીમાં જિલ્લામાં પડેલા વરસાદ પર નજર કરીએ તો દહેગામ તાલુકામાં કુલ 222 મિલી મિટર(8.88 ઇંચ), માણસા તાલુકામાં 209 મિલી મિટર(8 ઇંચ), કલોલ તાલુકામાં 155 મિમી(6.2 ઇંચ) તથા ગાંધીનગર તાલુકામાં 149 મિમી(6 ઇંચ) વરસાદ વરસ્યો છે. જેના પગલે જિલ્લાનો સરેરાશ વરસાદ 184 મિમી(7.36 ઇંચ) વરસાદ પડ્યો છે. જે સિઝનનાં કુલ વરસાદનો 24.89 ટકા છે. જો કે આટલા વરસાદનાં કારણે જિલ્લામાં વાવણી થઇ જવા સાથે સાથે પશુઓ માટે ચરીયાણ તૈયાર થઇ ગયુ છે. પરંતુ આટલો વરસાદ ભુગર્ભ જળને ઉંચા લાવવા માટે પુરતો નથી. કારણ કે ચોમાસાનાં વરસાદનાં કારણે ખરીફ પાક તો લેવાય જાય. પરંતુ ઉનાળુ અને શિયાળુ સિઝનનાં પાકનો આધાર ભુગર્ભ જળ પર રહે છે. ત્યારે એક સાથે સારો વરસાદ પડે અને નદી-નાળા ઉભરાવા લાગે તો ભુગર્ભમાં વરસાદી પાણી ઉતરવાથી ભુગર્ભ જળની સપાટી ઉપર આવવાની સાથે પાણીની ગુણવતા પણ સુધરી શકે છે. કારણ કે ગાંધીનગર શહેરને બાદ કરતા ગ્રામ્ય વિસ્તારોમાં પિવાના પાણીથી માંડીને ખેત પિયત સુધી ભુગર્ભ જળનો ઉપયોગ થાય છે.

જો કે જિલ્લામાં જુલાઇ માસની મધ્યમાં આટલો વરસાદ પડ્યો હોવા છતા ગત વર્ષની સરખામણીએ વર્ષે સ્થિતી સારી છે. કારણ કે ગત વર્ષે 18મી જુલાઇ સુધીમાં જિલ્લામાં સરેરાશ માત્ર 13 ટકા એટલે કે 95 મિમી(3.83 ઇંચ) વરસાદ પડ્યો હતો. પરંતુ પાછળથી સારા વરસાદનાં પગલે વર્ષ સારૂ રહ્યુ હતુ.

જિલ્લામાં ચોમાસાનાં પ્રથમ માસનાં અંત સુધીમાં વાવણી લાયક તથા પશુઓનાં ચરીયાણ લાયક વરસાદ તો પડ્યો છે. પરંતુ ભુગર્ભ જળને અસર થતા સારા વરસાદની નાગરીકો રાહ જોઇ રહ્યા છે. તસ્વીર:-જગમાલ સોલંકી

જિલ્લામાં ચોમાસાનાં પ્રથમ માસે 25 ટકા વરસાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો