તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનુસંધાન પાના નં.1 પરનું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અનુસંધાન પાના નં.1 પરનું

સઇજમાં....

જયારેમંદિરની ગૌશાળામાં કામ કરવા આવતા ગામનાં જડીબેન નામની મહિલા પણ ગેટ ખુલવાની રાહ જોઇ રહ્યા હતા. અમરતભાઇ તથા જડીબેને દરવાજો ખખડાવીને દરવાજો ખોલવા કહેવા છતા દરવાજો ખુલતા કાંઇક અજુગતુ બન્યાની શંકા ગઇ હતી. આખરે પરીસરની દક્ષિણે આવેલી સીડીથી ઉપરનાં મજલે જઇને પરીસરમાં ઉતરીને જડીબેને ગેટ ખોલ્યો હતો. બંનેએ અંદર જઇને જોતા પુર્વ ભાગે બેઠકવાળા હોલમાં પુજારી ઇશ્વરવન પોતાની પથારીમાં માથાનાં જમણા ભાગે ઉંડા ઘા સાથે લોહી લુહાણ હાલતમાં મરણ ગયેલી હાલતમાં જોવા મળ્યા હતા. બંને પાસેનાં દિલીપગીરીનાં રૂમમાં દોડી ગયા હતા. જયાં દિલીપગીરીનો મૃતદેહ ગળા તથા માથાનાં ભાગે ધારદાર હથીયારોનાં ઘા સાથે લોહીલુહાણ હાલતમાં તેમની પથારીમાં જોવા મળતા ચોકી ઉઠ્યા હતા. અમરતભાઇએ દોડી જઇને સઇજનાં સરપંચ પ્રકાશભાઇને જાણ કરતા તેમણે કલોલ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને પંચનામુ કરી ડોગ સ્કવોડ તથા એફએસએલની મદદ લીધી હતી. બનાવમાં અમરતભાઇએ અજાણ્યા શખ્સો સામે બંને હત્યાનો ગુનો નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અંગતઅદાવત કે લૂંટનાં ઇરાદે હત્યાની દિશામાં તપાસ

હત્યાનાંસ્થળ પર તથા આસપાસનાં ઓરડાઓમાં સામાન વેર વિખેર પડેલો છે. ભગવાનનાં ચાંદીનાં દાગીનાંવાળુ કબાટ પણ ખુલેલુ છે પણ દાગીનાં સલામત છે. કલોલ ડીવાયએસપી અતુલ બારોટ સાથે વાતચિત કરતા જણાવ્યુ હતુ કે હત્યાનો ઇરાદો ચોક્કસ થતો નથી. લૂંટનાં ઇરાદે હત્યા થઇ હોય તો કશુ ગયુ છે કે નહી તે તપાસ કરાશે. જયારે કોઇને અંગત અદાવત હોવાની પણ શકયતા છે. તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

હત્યારાઓપરીસરની દરેક બાબતથી પરીચીત હતા

ડોગસ્કવોડ તથા એફએસએલની તપાસમાં મદદ લેવાતા કેટલીક મહત્વની વિગતો જાણવા મળી છે. સ્નીફર ડોગ ઓસરીની સીડીથી ઉપર જઇને બહાર જતી સીડીથી નીચે ઉતર્યો હતો. આરોપીઓએ પણ માર્ગનો ઉપયોગ કર્યો હતો. આરોપીઓ હથીયારો સાથે લાવ્યા નહોતા પણ ખેત ઓઝારનાં રૂમમાંથી હથીયારો લીધા. જેના પરથી હત્યારાઓ કયાં શુ છે તે જાણતા હોવાનું લાગે છે. હત્યા કર્યા બાદ હથીયારો ત્યાં ફેકી દીધા છે. સવારે ગૌશાળામાં પાર્ક મહંતની કાર પણ ગાયબ હતી. જે પરથી આરોપીઓ કાર લઇ ગયા હોવાનું તથા કાર કયાં રાખવામાં આવે છે તે જાણતા હોવાનું લાગી રહ્યુ છે. પોલીસને પુજારી ઇશ્વરવનનાં શરીર પર 5થી વધુ તથા દિલીપગીરીનાં શરીરે 10થી વધુ જોવા મળ્યા હતા. દરેક ઘા ગુસ્સાં ક્રુરતા પુર્વક મારવામાં આવ્યા છે. લોહીવાળી કુહાડી, કોદાળી તથા દાતરડુ મળ્યુ છે. જેના પરથી 3 કે તેથી વધુ આરોપીઓ હોવાની શકયતા છે.

અન્ય સમાચારો પણ છે...