તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રૂમઝુમ નવરાત્રિનાં વધામણાં માટે પાટનગરમાં થનગનાટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ, માણસા ને દહેગામ સહિત ગ્રામ્યમાં પણ નવલાં નોરતાંની તૈયારીઓ પુરજોશમાં

જિલ્લાનાચારેય તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં માતાજીનાં નવલા નોંરતાની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવા માટેની તૈયારીઓ ધામધૂનથી ચાલી રહી છે. નવરાત્રીમાં શ્રધ્ધાળુઓ માતાજીની પૂજા, અર્ચના અને ઉપવાસ કરી ભક્તિ કરે છે. ગાંધીનગર શહેર ઉપરાંત કલોલ, માણસા અને દહેગામના અનેક સ્થળોએ નવરાત્રીની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં યોજાતા શેરી ગરબા માટે પણ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કલોલ શહેરમાં ઠેર ઠેર માતાજીની સ્થાપના કરી ગરબાનુ આયોજન કરાયું છે. તે માટેની તૈયારીઓમાં યુવાનો લાગી ગયાં છે. શહેરના ખુની બંગલા વિસ્તાર, પાંચ હાટડી બજાર વિસ્તાર, પંચવટી વિસ્તાર, માતરી માતાની વાડી વિસ્તારમાં શેરી ગરબાનુ પરંપરાગત રીતે આયોજન કરવામાં આવે છે. તથા કલોલ હાઇવે પર આવેલા નટરાજ એકેડેમીમાં નવરાત્રીની પ્રેક્ટીસ પૂર બહારમાં ચાલી રહી છે. રોજ રાત્રે જુદી જુદી મ્યુઝીકલ પાર્ટીના તાલે ખેલૈયાઓ ઝુમે તેવુ સુંદર આયોજન કરવા ચક્રો ગતિમાન કરાયા છે. જેમાં ખેલૈયાઓ પોતાની આગવી સ્ટાઇલ અને પરંપરાગત વેશભૂષામાં ગરબાના તાલે ઝુમવા થનગની રહ્યા છે. કલોલ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ નવરાત્રીની ઉજવણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં સરઢવ, મોખાસણ, નારદીપુર, છત્રાલ, પાનસર, બોરીસણા, વગેરે ગામોમાં રોજ રાત્રે જુદા જુદા નામી કલાકારો દ્વારા ગરબાની રમઝટ બોલાવાશે. ઇસંડ ગામે નવરાત્રી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાશે. ઉપરાંત માણસા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ નવરાત્રી માટે ભક્તો તેમજ ખેલૈયાઓ ઉત્સાહમાં આવી ગયાં છે. માણસામાં બહુચરમાતાનો ચોક, વાય દરવાજા, અંબાજી ચોક, જોગણી માતાના મંદિરે પ્રાચિન શેરી ગરબા યોજાય છે. તેમજ તાલુકાના અંબોડ, રિદ્રોલ, ચરાડા, બિલોદરા અને દેલવાડા ગામમાં યોજાતી નવરાત્રી આકર્ષણનું કેન્દ્ર બની છે. રિદ્રોલમાં તો આખા ગામ વતી એક ગરબીમાં નવરાત્રી ઉજવાય છે. ઉપરાંત દહેગામ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગરબાના આયોજકો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

કેપિટલ ક્રિએટિવ કલબ દ્વારા બાળકો ને મહિલાઓ માટે વિશેષ ગરબા મહોત્સવનું આયોજન

વડીલો ને દિવ્યાંગ બાળકોને પાર્ટી પ્લોટના ગરબા જોવા લઈ જવાશે

^ગત વર્ષ કરતા વર્ષે લાયન્સ કલબ દ્વારા રોજ જુદા જુદા સેવાકીય પ્રવૃતિ કરવામાં આવશે. જેમાં વડિલો, મંદબુદ્ધિનાં બાળકોને પાર્ટી પ્લોટના ગરબા જોવા લઇ જવાશે. ઉપરાંત મેડિકલ કેમ્પ અને સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ કરાશે અને લોકોને ઘરની તથા આંગણામાં તથા આજુબાજુમાં સ્વચ્છતા અંગે સમજણ પણ પાડવામાં આવશે. > નિમેષરાવલ, લાયન્સકલબના પ્રમુખ

શેરી ગરબાના આયોજકોનું સન્માન કરશે

^આપણીમૂળ સંસ્કૃતિ શેરી ગરબાની છે. જે ધીરે ધીરે વિસરાઇ રહી છે. ત્યારે શેરી ગરબાને જીવંત રાખવા માટે સંસ્થા દ્વારા દર વર્ષે શેરી ગરબાના આયોજકોનું સન્માન કરે છે. વર્ષે બાળકો અને મહિલાઓ માટે સ્પેશ્યલ ગરબા યોજાશે. જેમાં દરેક નાગરિકો માટે પ્રવેશ નિ:શુલ્ક રહેશે. ગરબા ગ્રાઉન્ડમાં બાળકો અને મહિલાઓ ગરબે ઘુમશે. > મુકેશભાઇપટેલ, કેપિટલક્રિએટિવ કલબ

થનગનાટમાં સ્ટેજ પર અંબાજી મંદિરના દર્શન

^દરવર્ષે નવરાત્રીમાં નવી નવી થીમ પર આયોજન કરાયુ છે. જેમાં વર્ષે માતાજીની થીમ પર ડિઝાઇન બનાવવામાં આવશે. સ્ટેજને આબેહૂબ અંબાજી માતાજીનું મંદિર લાગે તેમ ડિઝાઇન કરાયુ છે. ઉપરાંત ખેલૈયાઓ જે ગરબા ગ્રાઉન્ડમાં ગરબા રમવાના છે, તે ગ્રાઉન્ડને ચાચર ચોક નામ અપાયું છે. વર્ષે માત્ર મનોરંજન નહીં પરંતુ સમાજિક સંદેશો આપતા કાર્યક્રમ પણ યોજાશે. > રોહિતભાઇનાયાણી, થનગનાટઆયોજક

ચાચર ચોકથી સામાજિક સંદેશો પણ અપાશે

^દરવર્ષે નવરાત્રીમાં નવી નવી થીમ પર આયોજન કરાયુ છે. જેમાં વર્ષે માતાજીની થીમ પર ડિઝાઇન બનાવવામાં આવશે. સ્ટેજને આબેહૂબ અંબાજી માતાજીનું મંદિર લાગે તેમ ડિઝાઇન કરાયુ છે. ઉપરાંત ખેલૈયાઓ સેકટર 6માં જે ગરબા ગ્રાઉન્ડમાં ગરબા રમવાના છે, તે ગ્રાઉન્ડને ચાચર ચોક નામ અપાયું છે. વર્ષે માત્ર મનોરંજન નહીં પરંતુ સમાજિક સંદેશો આપતા કાર્યક્રમ પણ યોજાશે. > કૃષ્ણકાંતજહા, કલ્ચરલફોરમના અધ્યક્ષ, ગાંધીનગર

સેકટર -6માં કલ્ચરલ ફોરમના ગરબા ગ્રાઉન્ડમાં નવરાત્રિની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. તેમાં ગરબા ગ્રાઉન્ડના પ્રવેશ દ્વાર પણ આકર્ષક બનાવવામાં આવ્યું છે. તસવીર -કલ્પેશ ભટ્ટ

રમઝટ રાસ-ગરબાની | ગાંધીનગરમાં વર્ષે 4 સ્થળોએ પાર્ટી પ્લોટ ગરબાનું આયોજન કરાયંુ છે

અન્ય સમાચારો પણ છે...