તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સઇજમાં મંદિરનાં મહંત અને પૂજારીની ક્રૂર હત્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિધ્ધનાથ મહાદેવની કરોડોની જમીન સંપત્તિ

ઝઘડો થતા કાઢી મુકાયેલા બે યુવાન સામે શંકા


કલોલતાલુકાનાં સઇજ ગામની ભાગોળે આવેલા નિરંજની અખાડા સંચાલીત સિધ્ધનાથ મહાદેવ મંદિરનાં મહંત દિલીપગીરી મહારાજ તથા પુજારી ઇશ્વરવનજી મંગળવારની પુર્વ રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા તિક્ષ્ણ હથીયારો ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. મંદિરે નિયમીત દર્શેને જતા ગામનાં નાગરીકને સવારે ઘટનાની જાણ થતા સરપંચને જાણ કરતા પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પંચનામુ કરીને બંને મૃતદેહોનું પોસ્ટ મોર્ટમ કરાવીને મંદિર પરીસરમાંથી હત્યામાં વપરાયેલી કુહાડી, કોદાળી તથા દાતરડુ કબજે લઇને અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ આદરી છે. અડાલજ-કલોલ માર્ગ પર આવેલા સઇજ ગામે આવેલી સિધ્ધનાથ મહાદેવની પુરાણી જગ્યા આસપાસનાં નાગરીકોમાં આસ્થાનું કેન્દ્ર છે. હરદ્રાર સ્થિત નીરંજન અખાડા દ્વારા સંચાલતી જગ્યાનું સંચાલન દિલીપગીરી મહારાજ દ્વારા કરવામાં આવતુ હતુ. જયારે તેમનાં શિષ્ય તરીકે આવતા માણસો પૂજા તથા અન્ય સેવાની કામગીરી સંભાળતા હતા. દિલીપગીરીનાં શિષ્ય ઇશ્વરવન બે માસથી પૂજારી તરીકે સેવા આપતા હતા. સાંજે 7 વાગ્યે મંદિરની આરતી થયા બાદ દિલીપગીરી તથા ઇશ્વરવન અંદરથી દરવાજો બંધ કરીને સુઇ જતા અને સવારે 5.30 વાગ્યાનાં અરસામાં મંદિરનો ગેટ ખોલતા હતા. મંગળવારે સવારે વર્ષોથી દર્શને આવતા નિવૃત સ્કુલ કલાર્ક અને સઇજમાં રહેતા અમરતભાઇ શકરાભાઇ પટેલ 5.30 વાગ્યે મંદિરે પહોચ્યા તો મુખ્ય ગેટ બંધ હતો.

અનુસંધાનપાનનં-2 ઉપર...

સિધ્ધનાથ મહાદેવ મંદિરનાં મહંત દિલીપગીરી મહારાજ અને પુજારીની ની હત્યામાં વપરાયા હથિયારો.

સઇજ સિધ્ધનાથ મહાદેવ મંદિરનાં મહંત તથા પુજારીની મંગવારની પુર્વ રાત્રે ક્રુરતા પુર્વક હત્યા થયા બાદ પોલીસે ડોગ સ્કવોડની મદદ લીધી હતી. જયારે મંદિર પરીસરમાંથી સાધુ સંતો, આગેવાનો તથા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તસ્વીર ધર્મેન્દ્ર જોષી

હત્યાનાં સ્થળ પર ઓરડામાં સામાન વેર વિખેર પણ ભગવાનના દાગીનાં સલામત : ગૌશાળામાં પાર્ક મહંતની કાર ગાયબ

હત્યાકાંડ|મહંતને તિક્ષ્ણ હથિયારના 10 ઘા ,પુજારીને 5 પાંચ ઘા મારીને રહેંસી નાખ્યા: કુહાડી, કોદાળી, દાતરડુ કબજે લેવાયું

અન્ય સમાચારો પણ છે...