• Gujarati News
  • સોનારડા પંથકમાં ઝાડા ઉલ્ટીના વધુ 8 કેસ : કુલ આંક 33નો થયો

સોનારડા પંથકમાં ઝાડા-ઉલ્ટીના વધુ 8 કેસ : કુલ આંક 33નો થયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મ્યુનિ.કોર્પોરેશન, જિલ્લા આરોગ્ય ખાતુ અને કલોલ નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતની લાપરવાહીના કારણે ગાંધીનગર શહેર -કલોલમાં કમળાએ માથુ ઉચક્યુ છે અને સોનારડા ગામમાં ઝાડા-ઉલ્ટીમાં લોકો સપડાઇ રહ્યાં છે. આરોગ્ય તંત્ર દ્વારા ગામના સબ સેન્ટરમાં ઓપીડી શરૂ કરી દર્દીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ડી.સી. જાગાણીએ જણાવ્યું કે સોનારડા ગામમાં 24મીની રાતથી ઝાડા-ઉલ્ટીના કેસ જોવા મળ્યા હતાં. તરોગને કાબૂમાં લેવા માટે તમામ દર્દીઓને ઓઆરએસનો પાવડર અને એન્ટીબાયોટિક દવાઓ અપાઇ છે. પરિસ્થિતિ કાબૂ મેળવી શકાયો છે. જિલ્લા પંચાયત પ્રમુખ હિનાબેન પટેલે ગામમાં જઇ અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને પાઇપ લાઇન બદલવા અધિકારીઓને સૂચના આપી હતી. નવા કોઇ દર્દી મળી આવે તેવી સ્થિતિ હવે નથી.પાણીની ટાંકી પાસે પાઇપ લાઇનમાં લીકેઝ મળ્યુ હતું. ઝાડના મૂળીયા પાણીની પાઇપ લાઇનમાં ઘુસતાં લીકેઝ થયુ હતું. ગામના ભાથીજીનો વાસ, દેરાનો વાસ અને મંદિર પાસે અસરગ્રસ્તોની સંખ્યા વધારે છે. દૂષિત પાણીના કારણે ઝાડા-ઉલ્ટીના કેસ બન્યા હતાં.

જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા દર્દીઓની સારવાર હાથ ધરવામાં આવી હતી, પંરતુ તેમાં કોઇ સુધારો થતાં એવી વાત ચર્ચાઇ રહી કે સરકારી દવાઓ આઉટ ઓફ ડેટ હોવાથી દર્દમાં ઝડપથી સુધારો થતો નથી. જો કે બાબતને ડીએચઓ ડો. ડી.સી જાગાણીએ નકારી કાઢી હતી અને કહ્યુ હતું કે કોઇ ખાનગી તબીબ દ્વારા આવી અફવા ફેલાવાઇ હશે. વાસ્તવમાં તમામ દવાઓ ફ્રેશ છે. તબીબો અને સ્ટાફની મોટી ફોજ હોય ત્યાં જૂની દવાનો ઉપયોગ શક્ય નથી.

સરકારી તંત્રની દવાની જૂની હોવાની ચર્ચા

સૂત્રોના જણાવ્યાઅનુસાર વર્ષો જૂની પાણીની પાઇપ લાઇનોના કારણે ગમેત્યારે રોગચાળો પાટી નિકળવાની દહેશત ગાંધીનગર તાલુકા પંચાયત પ્રમુખ કાળાજી રાઠોડ અને ટીડીઓ વી.આર ચારેલ સમક્ષ અનેક વખત કરવામાં આવી હતી. તેમ છતાં તેઓ દ્વારા કોઇ આગોતરૂ આયોજન કરવામાં અક્ષમ્ય બેદરકારી સેવી છે.

ટીડીઓ અને તાલુકા પ્રમુખ સામે રોષ

ગાંધીનગર તાલુકાના સોનારડામાં દૂષિત પાણીના કારણે અનેક ગ્રામજનો ઝાડા-ઉલ્ટીમાં સપડાયા છે. બુધવારે જિલ્લા પંતચાયત પ્રમુખ અને ડીએચઓએ અસરગ્રસ્ત વિસ્તાર અને દર્દીઓની મુલાકાત લીધી હતી./કલ્પેશ ભટ્ટ.