• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Kalol
  • બી ગૃપમાં ઉત્તીર્ણ થનારા તમામ વિદ્યાર્થીઓ ડોક્ટર બનવા ઉત્સુક

બી-ગૃપમાં ઉત્તીર્ણ થનારા તમામ વિદ્યાર્થીઓ ડોક્ટર બનવા ઉત્સુક

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરજિલ્લામાં બી-ગૃપ (બાયોલોજી)માં ઉત્તીર્ણ થનારા મોટાભાગના તમામ વિર્દ્યાર્થીઓ ડોક્ટર બનવા ભારે ઉત્સુક છે. સ્કૂલ ઓફ એચીવર-સરગાસણના તમામ 4 ટોપર્સ પણ ઓર્થો.ડોક્ટર બનવા સ્વપ્ન સેવી રહ્યાં છે જો કે જિલ્લામાં ટોપર્સ તરીકે ઉભરી આવેલા વિર્દ્યાર્થીઓએ એવો મત રજૂ કર્યો હતો કે એ-1 ગ્રેડ મેળવવા ખાનગી ટ્યૂશનની કોઇ આવશ્યકતા નથી.ધોરણ-૧૨ સાયન્સ પ્રવાહમાં એ-૧ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયેલા સ્કૂલ ઓફ એચીવરના સ્ટુડન્ટ પટેલ જીજ્ઞેશનું સ્વપ્ન બાળકોના ડોક્ટર, બનવાનું છે. તેના પિતા મિકેનિકલ ઇજનેર છે અને માતા શિક્ષિકા છે. તેણે કહ્યું કે સારા ગુણ માટે મારી મહેનત સાથે સ્કૂલના શિક્ષક સ્ટાફનો ખુબ સહકાર મળ્યો છે.

સ્કૂલના શિક્ષકો અને પોતાના ભાઇઓની પ્રેરણાથી એ-1 ગ્રેડ મેળવનાર કોઠિયા પાર્થનું કહેવુ છે કે હાર્ડ વર્ક વગર સિધ્ધિ નથી તે સિધ્ધાંત ઉપર મેં અભ્યાસ કર્યો છે. તેની સાથે સ્કૂલની કેળવણી પણ ઉપયોગી થઇ છે. તેથી આજે હું મેડિકલમાં પ્રવેશ મેળવી શકીશ. ખેડા જિલ્લાના ઠાસરાની શાળામાં શિક્ષક અને પ્રાયમરી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા દંપતિનો પુત્ર સારુ શિક્ષણ મેળવવા સહજાનંદ સ્કૂલ ઓફ એચીવરમાં પ્રવેશ મેળવ્યો. તે પણ હાડકાનો તબીબ બનવા ઇચ્છા ધરાવેછે.આ ઉપરાંત ગાંધીનગરની સ્કૂલ ઓફ એચિવર-કુડાસણના બે વિર્દ્યાર્થી એ-1 ગ્રેડ મેળવવામાં સફળ થાય છે. તેમાં જોષી યશ મિનાક્ષી અને પટેલ ભવ્યાનો સમાવેશ થાય છે. અંગ્રેજી માધ્યમના બન્ને સ્ટુડન્ટ પૈકી ભવ્યા પટેલ હાર્ટની ડોક્ટર બનવા ઇચ્છે છે. તે બેંકના અધિકારીની પુત્રી છે. જ્યારે નાના અને મામાની સાથે રહી અભ્યાસ કરનારો યશ જોશી પણ હાડકોનો તબીબ બનવા ઉત્સુક છે. બન્ને સ્ટુડન્ટ વગર ટ્યુશને ટોપર્સ બન્યા છે. ઉપરાંત સચિવાલયમાં નાયબ ઇજનેર બી.સી મહેતા અને કલોલ કોમર્સ કોલેજના વ્યાખ્યાતા તૃપ્તીબેનની પુત્રી જંકૃતિ મહેતા (સેક્ટર-23-ગુરૂકુળ) પણ વાંચન, ચિત્રકલા અને સંગીતના શોખ સાથે ડોક્ટર બની સમાજ સેવા કરવા ઇચ્છા ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...