• Gujarati News
  • અડાલજ કલોલ મહેસાણા તરફનો વાહન વ્યવહાર ડાયવટર્ કરાયો

અડાલજ-કલોલ-મહેસાણા તરફનો વાહન વ્યવહાર ડાયવટર્ કરાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ-સાબરમતી-કલોલ-મહેસાણા રાજય ધોરી માર્ગના આર.ઓ.બી પુલ નીચે સી.સી. રોડ બનાવવાનું કામ ટૂંક સમયમાં શરૂ થનાર છે. આ કામ અંતર્ગત કલોલ તરફથી અડાલજ-અમદાવાદ જવાના અને અડાલજ-કલોલ-મહેસાણા તરફ જતા વાહન વ્યવહારને ડાયવટર્ કરવા અંગેનો હૂકમ જિલ્લા કલેકટર પી.સ્વરૂપે જાહેરનામું બહાર પાડીને કર્યોછે.
આ અંગે જાહેરનામામાં જણાવાયુ છે કે અમદાવાદ-સરખેજ તરફથી આવતા વાહનો કલોલ જવા માટે પુલ પહેલા ડાબી બાજુ જવું.(હાલની હયાત સ્થિતિ મુજબ જ રસ્તો ચાલુ રહેશે) ગાંધીનગર તરફ જવા માટે પુલ ઉપર થઇ સીધા જવાનું રહેશે. અડાલજ -સાબરમતી -અમદાવાદ જવા માટે વાહનચાલકોએ મહારાજા હોટલ પાસેથી જમણી બાજુ જવાનું રહેશે.
આ ઉપરાંત ગાંધીનગર તરફથી આવતા વાહનોએ અમદાવાદ-સરખેજ જવા માટે પુલ ઉપર થઇ સીધા જવાનું રહેશે.(હાલની હયાત સ્થિતિ મુજબ જ રસ્તો ચાલુ રહેશે) અડાલજ-સાબરમતી-અમદાવાદ જવા વાહનો ચાલકોએ ઉવારસદ ચાર રસ્તાથી ડાબી બાજુ જવાનું રહેશે. કલોલ જવા વાહન ચાલકોએ પુલ ઉતરી મહારાજા હોટલ પાસેથી જમણી બાજુ જવાનું રહેશે.
અડાલજ-સાબરમતી-અમદાવાદ તરફથી આવતા વાહન ચાલકોએ અમદાવાદ-સરખેજ જવા માટે અડાલજ ચાર રસ્તાથી આગળ જઇ ડાબી બાજુ વળી મહારાજા હોટલ તરફ થઇને જવાનું રહેશે.
ગાંધીનગર જવા માટે અડાલજ ચાર રસ્તાથી -ઉવારસદ ચાર રસ્તા થઇ જમણી બાજુ હાઇવે પર જવાનું રહેશે. કલોલ તરફ જવા માટે અડાલજ ચાર રસ્તાથી મહારાજા હોટલથી સીધા ત્રિમંદિર (આર વલ્ર્ડ) તરફ જવાનું રહેશે.
કલોલ તરફથી આવતા વાહન ચાલકોએ ગાંધીનગર તરફ જવા માટે શનિ દેવ મંદિર થઇ હાઇવે પર જમણી બાજુ જવાનું રહેશે.
અડાલજ-સાબરમતી-અમદાવાદ જવા માટે શનિદેવ મંદિર થઇ હાઇવે પર થઇ ઉવારસદ ચાર રસ્તા થઇ અડાલજ ચાર રસ્તા તરફ જવાનું રહેશે.