• Gujarati News
  • પલસાણા રોડ ઉપર એસ.ટી. બસની ટક્કરથી વૃઘ્ધનું મોત

પલસાણા રોડ ઉપર એસ.ટી. બસની ટક્કરથી વૃઘ્ધનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલના પંચવટી વિસ્તારની અવધપુરી સોસાયટીમાં રહેતાં શંભુભાઇ ગોવાભાઇ પટેલ (ઉ-૬૨) આજે વહેલી સવારે ૬ વાગ્યે સઇજ ગામમાં આવેલા તેમના પાર્લર ઉપર પ્લેઝર ટૂ વ્હીલર પર જઇ રાાં હતાં. ત્યારે તેમની સાથે પાછળની સીટ પર શંભુભાઇની પૌત્રી જાન્વી (ઉ-૧૮) બેઠી હતી. શંભુભાઇ પલસાણા રોડ ઉપર આવેલા ગુરૂકુળ પાસે રોડ ક્રોસ કરવા ઉભા હતાં તે દરમિયાન અમદાવાદ તરફથી પુર ઝડપે આવતી અને ચાણસમા તરફ જતી એસ.ટી બસ (જીજે-૧૮-વાય-૩૭૩૮)ના ચાલકે પ્લેઝર (જીજે-૧૮-સીએ-૮૭૧)ને જોરદાર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. તેમાં શંભુભાઇ અને તેમની પૌત્રી ફંગોળાઇને રોડ ઉપર પટકાયા હતાં. રોડ ઉપર પટકાયેલા શંભુભાઇનું ઘટનાસ્થળે જ મોત નિપજયુ હતું. જયારે તેમની પૌત્રી જાન્વીને માથે, બરડામાં ગંભીર ઇજાઓ થતાં પાસળીઓ તૂટી ગઇ હતી.પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.