તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સગીરા પર દુષ્કર્મ આચરનાર ઇશંડનાં શખ્સને આજીવન કેદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરજિલ્લામાં સગીર વયની કિશોરીઓને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે કલોલ તાલુકાનાં એક ગામની અનુસુચિત સમાજની સગીર વયની કિશોરીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરનાર કલોલ તાલુકાનાં ઇશંડનાં શખ્સને ગાંધીનગર અધિક સેશન્સ જજ દ્રારા એટ્રોસીટી કલમ-3(2)(5) હેઠળ આજીવન કેદની સજા ફરમાવવામાં આવી છે.

કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2014નાં ઓક્ટોબર માસમાં નોંધાયેલી ફરીયાદમાં કલોલ તાલુકાનાં ઇશંડ ગામે રહેતા રઇજીજી ગાંડાજી ઠાકોર નામનાં શખ્સે એક સગીર વયની કિશોરીને લગ્નની લાલચ આપીને લલચાવી ફોસલાવીને ભગાડી લઇ જઇને કલોલમાં એક ઓફિસમાં રાખીને અવાર નવાર દુષ્કર્મ આચર્યુ હતુ. જેમાં ભોગ બનનાર કિશોરીનાં પિતા દ્વારા આરોપી રઇજીજી સામે એટ્રોસીટી કલમ 3(1)(10),11,12 તથા ઇપીકો કલમ 363,366,376 તથા પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ(પોસ્કો)એક્ટ 2012ની કલમ 4 મુજબ ફરીયાદ નોંધાવી હતી. કેસમાં પોલીસની તપાસ બાદ કેસ ગાંધીનગર અધિક સેસન્શ જજની કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો. જેમાં સરકારી વકીલ સુનીલ એસ પંડ્યાએ પિડીતા તરફેથી દલીલો કરીને ભોગ બનનાર એસસીએસટી ધારા નીચે આવતી હોય તથા નાની ઉમરની દિકરી છે,ગરીબ પરીવારની છે અને આરોપી જાણતો હોવા છતા કૃત્ય આચર્યાનાં પુરતા પુરાવા છે તેવી રજુઆત કરી આરોપીને આજીવન કેદની સજા ફરમાવવા રજુઆત કરી હતી.

કોર્ટે સગીરા સાથે દુષ્કર્મનાં બનાવને ગંભીરતાથી લઇને આરોપી રઇજીજી ઠાકોરને એટ્રોસીટી કલમ-3(2)(5) હેઠળ આજીવન કેદની સજા ફરમાવી હતી. જયારે પોસ્કો હેઠળ 7 વર્ષની કેદ તથા રૂ. 500નો દંડ, આઇપીસી કલમ 363 હેઠળ 3 વર્ષની સજા અને રૂ. 500નો દંડ, આઇપીસી કલમ 366 હેઠળ 3 વર્ષની સજા અને રૂ.500 દંડ તથા આઇપીસી કલમ 376 હેઠળ 10 વર્ષની સજા ફટકારી રૂ. 500નો દંડ ભરવા આદેશ કર્યો હતો અને આરોપી દંડ ભરે તો વધુ એક માસની સજા કરવા આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...