• Gujarati News
  • { ૪.૪૨ લાખનાં મુદામાલ સાથે ૩ની ધરપકડ

{ ૪.૪૨ લાખનાં મુદામાલ સાથે ૩ની ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ ૪.૪૨ લાખનાં મુદામાલ સાથે ૩ની ધરપકડ

કલોલતાલુકાનાં છત્રાલ ગામની સીમનાં એક ખેતરમાં આવેલા ઓનએનજીસી કંપનીનાં ઓઇલનાં કુવા પર ટ્રકમાં બેરલ લઇ ઓઇલની ચોરી કરવા આવેલી ટોળકીને પકડવામાં ગાંધીનગર આર આર ેલને સફળતા મળી છે. અગાઉથી મળેલી બાતમીનાં આધારે વોચ ગોઠવીને ચોરી કરતા ઇસમોને ૪.૪૨ લાખનાં મુદામાલ સાથે પકડીને પોલીસને સોપ્યા હતા.
ગાંધીનગર રેન્જનાં પીએસઆઇ એલ પી બોડાણા પોતાની ટીમ સાથે કલોલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે કલોલ તાલુકાનાં છત્રાલ ગામની સીમમાં જય બનાસ પ્રા.લી. ફેકટરીની આગળ આવેલા પટેલ ધમાભાઇનાં ખેતરમાં આવેલા ઓએનજીસીનાં વેલ પરથી કેટલાક શખ્સો ઓઇલની ચોરી કરવા આવવાનાં હોવાની બાતમી મળી હતી. જેના પગલે આર આર સેલે વોટ ગોઠવીને રેઇડ કરતા વેલ પરથી રબરની પાઇપ લગાવીને ટ્રકમાં રાખવામાં આવેલા બેરલમાં ઓઇલ ચોરી કરતા દશરથજી પુંજાજી ઠાકોર(રહે વડનગરપરા), ઉમેદજી જોઇતાજી ઠાકોર (રહે પ્રતાપપુરા છત્રાલ) તથા બાલસંગજી નાથુજી ઠાકોર(રહે વડનગરાપરા) રંગે હાથે ઝડપાઇ ગયા હતા. જયારે અન્ય એક ઇસમ શૈલેશજી બાબુજી ઠાકોર(રહે વડનગરાપરા) નાસી ગયો હતો. આર આર સેલની ટીમે બેરલોમાંથી રૂ. ૪૨,૪૦૦ની કિંમતનું ૧૦૬૦ લીટર ઓઇલ તથા રૂ. લાખની કિંમતની ચોરી માટે લવાયેલી ટ્રક નં જીજે યુ ૮૧૩પ તથા રબરની પાઇપ સહિ‌ત કુલ મળી રૂ. ૪,૪૨,પ૦૦નો મુદામાલ કબજે કર્યો હતો. ત્રણેય ઇસમોને કલોલ પોલીસને સોપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ ઓઇલ ચોર ગેંગ દ્રારા કેટલા સમયથી ચોરી કરાતી હતી તથા ચોરીનું ઓઇલ કોને પહોચાડવામાં આવતુ હતું તે સંદર્ભે પુછપરછ હાથ ધરીને દિશામાં તપાસ હાથ ધરી છે.
છત્રાલમાં ઓએનજીસીનાં કુવા પરથી ઓઇલ ચોરી