તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • Kalol
 • ઓળાગામનો શખ્સ અમારી મજબૂરીનો લાભ ઉઠાવે છે મહિલાઓ મામલતદારના શરણે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓળાગામનો શખ્સ અમારી મજબૂરીનો લાભ ઉઠાવે છે મહિલાઓ મામલતદારના શરણે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કલોલ તાલુકાના ઓળા ગામની મહિલાઓ એક માથાભારે શખ્સના ત્રાસથી ફફડી રહી છે. તેઓ માનસિક યાતના સાથે ભયની લાગણી અનુભવી રહી હોવાની આપવિતી મામલતદાર સમક્ષ રજૂ કરી હતી અને પોતાને ભયમુક્ત કરવા આજીજી કરવાની ફરજ પડી હોવાનો ચોકાવનારો બનાવ બહાર આવ્યો છે.

અંગેની વિગતો એવી છે કે કલોલના મામલતદાર સમક્ષ ઓળા ગામની મહિલાઓનું એક ટોળુ ગયુ હતું. તેમાં 10થી વધુ મહિલાઓ મામલતદાર પાસે પહોંચી હતી. જ્યાં તેમણે એવી હકીકત રજૂ કરી હતી કે ખુદ મામલતદાર ચોંકી ઉઠ્યા હતાં. તેમાં એવો આક્ષેપ કરાયો છે કે ઓળા ગામે આવેલા હુડકોના મકાનમાં રહેતી તમામ મહિલાઓ માથાભારે બીન્દ્રેશ ઉર્ફે બળદેવના ત્રાસથી ફફડાટ અનુભવી રહી છે. તે મજબૂર મહિલાઓનો લાભ ઉઠાવવા માટે તેમને મજબૂર કરી રહ્યો છે.

જો કે બાબતે અગાઉ બળદેવ કાળીદાસ રાજવી સહિત 8 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. તેના આધારે પોલીસે પગલા ભર્યા હતાં. તેની અદાવત રાખી શખ્સ વસાહતની મહિલાઓ ઉપર ત્રાસ ગુજારી તેમને મજબૂર કરી રહ્યો છે. શખ્સની સામે પડનારાઓને તે એક્ટ્રોસિટીના ગુનામાં ફીટ કરાવી દેવાની ધમકીઓ આપી તેની મનમાની કરી રહ્યો છે. આવા માથાભારે શખ્શના ત્રાસમાંથી મુક્ત કરાવવા માટે માગણી કરતુ આવેદનપત્ર મામલતદાર સમક્ષ રજૂ કર્યુ છે.

10થી વધુ મહિલાઓએ આવેદન આપ્યું

માનસિક યાતના સાથે ભય સેવતી મહિલાઓની રાવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો