તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • Kalol
 • ગાંધીનગર |ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી વિશ્વમાં અનેક દુર્ઘટના ઉદભવી રહી છે.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર |ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી વિશ્વમાં અનેક દુર્ઘટના ઉદભવી રહી છે.

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર |ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી વિશ્વમાં અનેક દુર્ઘટના ઉદભવી રહી છે. તો બીજુ બાજુ સિમેંન્ટ કોંક્રિટના જંગલોનું પ્રમાણ વધી રહ્યું છે. મોટી સંખ્યામાં વૃક્ષોનું નિકંદન થતાં તેની અસર વાતાવરણ પર પડી રહી છે. જેની સામે કલોલની પર્યાવરણ સંસ્થાએ વૃક્ષો વાવીને પર્યાવરણ બચાવવા માટેનું અભિયાન શરૂ કર્યુ છે. ગ્રીન પ્લેનેટ સંસ્થા દ્વારા કલોલના ગ્રામ્ય વિસ્તારોમાં વૃક્ષોના રોપાનું વિતરણ કર્યા બાદ ત્રીજા ચરણનું અભિયાન સ્વામિનારાણ મંદિર ખાતેથી આરંભ્યુ હતું. તેમાં 300 જેટલી આંગણવાડી બહેનોને વૃક્ષોના રોપા અપાયા હતાં. સંસ્થાના પ્રમુખ અહેમદ પઠાણે જણાવ્યુ હતું કે વાતાવરણમાં પ્રદુષણનું પ્રમાણ વધી રહ્યું છે. લોકોમાં શ્વાસને લગતી બિમારીઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સંસ્થાએ વાતાવરણ સ્વચ્છ કરવાનું બિડું ઝડપ્યુ છે. તેના અંતર્ગત કલોલના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં 6 હજારથી વધારે વૃક્ષોના રોપણ કર્યા બાદ 300 આંગણવાડી બહેનો, શાળાઓના આચાર્ય અને નાગરિકોને વૃક્ષોના રોપાનું વિતરણ કરાયુ હતું.

આંગણવાડીની 300 બહેનોને વૃક્ષોના રોપાનું વિતરણ કરાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો