તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલ પાલિકા પાણીનો વેપલો બંધ નહીં કરે તો 10 દિવસ બાદ આંદોલન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રજાનેપીવાનું શુધ્ધ પાણી પુરૂ પાડવાની નૈતિક જવાબદારી નિભાવવામાં કલોલ નગર પાલિકાના સતાધીશો નિષ્ફળ ગયા હોવાના આક્ષેપ સાથે ધારાસભ્યએ એવી ચીમકી આપી છે કે 10 દિવસમાં પાણીના પૈસા લેવાનું બંધ કરવામાં નહિ આવે તો આંદોલન કરવાની ફરજ પડશે. પ્રજા પાસેથી વેરો લેવાતો હોવાથી પીવાનું પાણી વિના મૂલ્યે પુરૂ પાડવુ જોઇએ.

અંગે ધારાસભ્ય બળદેવજી ઠાકોરએ જણાવ્યુ છે કે કલોલ નગરપાલિકા દ્રારા છેલ્લા કેટલાક સમયથી બે રૂપિયા પ્રતિ લીટરના ભાવથી નાગરિકોને મિનરલ વોટરના પ્લાન્ટ નાંખી પાણીનો વેપાર શરૂ કરાયો છે. ખરેખરતો પીવાનું શુધ્ધ પાણી મળે તે જોવાની સંપૂર્ણ જવાબદારી તંત્રની છે. પાલિકા દ્રારા હજી સુધી ગરીબ પછાત વિસ્તારોમાં પીવાનું શુધ્ધ પાણી આપવા માટે પુરતી પાઇપ લાઇનો નાંખવામાં આવી નથી. તેમજ હયાત પાઇપ લાઇનોમાં લીકેજ થવાથી ગટરનું દૂષિત પાણી ભળતુ હોઇ લોકોનું આરોગ્ય જોખમાઇ રહ્યું છે.

પાલિકા દ્રારા ઇરાદા પૂર્વક લીકેજ લાઇનોનો રિપેરીંગ કામ તાકિદે કરવામાં આવતુ નથી. જેના કારણે લોકોને ના છુટકે રૂપિયા ખર્ચીને પાણી ખરીદવુ પડે છે. ગરીબ અને પછાત વર્ગના લોકો પાણી ખરીદવા સક્ષમ હોતા નથી. તેવા લોકો પાસેથી પણ પાલિકા પાણી વેરો ઉઘરાવે છે અને શુધ્ધ પીવાના પાણીની સુવિધા આપી શકતી નથી. આમ પાલિકાએ પાણીના દર નાબુદ કરી મફતમાં દરેક નાગરિકને શુધ્ધ પાણી મળે તે માટેની વ્યવસ્થા કરવી જોઇએ.

હાલમાં લેવામાં આવતો ચાર્જ નાબુદ કરવા માગણી કરી છે અને 10 દિવસમાં તેનો અમલ નહીં કરાય તો શહેરના નાગરિકો દ્રારા જન આંદોલન કરવામાં આવશે. તેવી નહીં તો ગાંધી ચિન્ધા માર્ગ પર આંદોલન ચીમકી ધારાસભ્યએ આપી છે.

કલોલ શહેરને પીવાનું શુદ્ધ પાણી મળે તે જોવાની સંપૂર્ણ જવાબદારી તંત્રની છે

ગરીબ પ્રજાના માથેથી પાણીનો આર્થિક બોજ દૂર કરવા ધારાસભ્યની માંગણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો