તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • Kalol
 • સાંગલીથી 1200 િકલોમીટર પગપાળા અંબાજી જતા માઇભક્તોનો કલોલમાં વિસામો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાંગલીથી 1200 િકલોમીટર પગપાળા અંબાજી જતા માઇભક્તોનો કલોલમાં વિસામો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાદરવાસૂદ પૂનમના દિવસે અંબાજી ખાતે ભવ્ય મેળો યોજાતો હોય છે. તેમાં લાખો માઇ ભક્તો પગપાળા નિકળી અનેક મુશ્કેલીઓ વેઠી માતાજીના દર્શન કરવા પહોંચે છે. તેવા માતાજીના બે ભક્તો મહારાષ્ટ્રના સાંગલીથી પગપાળા અંબાજી જવા માટે નિકળ્યાં છે. તેઓ કોઇ સંઘ સાથે જોડાયેલા નથી, પરંતુ દ્રઢ સંકલ્પ અને અખુટ શ્રધ્ધાના બળે તેઓ પગપાળા ગુજરાતમાં પહોંચી કલોલ પંચવટી વિસ્તારમાં અતુલ્ય બંગ્લોઝમાં આવ્યા હતાં. જ્યાં પટેલ વિષ્ણુભાઇ અંબાલાલના નિવાસ્થાને તેમને વિસામો અપાયો હતો. 3 ઓગસ્ટના રોજ સાંગલીથી નિકળેલા ચંન્દ્રશેખર ગોકાણી અને ભાવેશકુમાર ધંધુકીયા પગપાળા કલોલ ખાતે આવી પહોચ્યાં હતાં. તેઓ બીજા દિવસે કલોલથી અંબાજી તરફ જવા રવાના થયા હતા. યાત્રાળુઓ 1200 કિ.મી.ની સફર પગપાળા કરી 13 મી સપ્ટેમ્બરના રોજ અંબજી ખાતે દર્શનાર્થે પહોચશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો