તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલના ચાર શિક્ષકોનું મંત્રીના હસ્તે સન્માન કરાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કલોલ : ભૂતપૂર્વરાષ્ટ્રપતિ સ્વ.ર્ડા.સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસ 5મી સપ્ટેમ્બર સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવાયો હતો. તેના ઉપલક્ષમાં ગાંધીનગર જિલ્લા શિક્ષણ સમિતિ તેમજ ગુજરાત સરકાર દ્રારા જિલ્લા શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. તેમાં કલોલના ચાર શિક્ષકોનો પણ સમાવેશ થાય છે. તેઓ જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ પસંદગી પામ્યા હતાં. જિલ્લા માધ્યમિક વિભાગમાં પ્રા.શાળા નં-9 ના પ્રિતબેન ગાંધી અને તાલુકા કક્ષામાં પ્રા.શાળા નં-4 ના દિનાબેન ત્રિવેદી તેમજ ગીરીશ વી.પ્રજાપતિને રાજ્યકક્ષા મંત્રી નિર્મલાબેન વાઘવાણીના હસ્તે એવોર્ડ એનાયત કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો