તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં સરેરાશ 77 ટકા વરસાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરજિલ્લામાં છેલ્લા અઠવાડિયા પહેલા સુધી વરસાદ ઝાપટા સ્વરૂપે પડતો રહ્યો અષાઢી માહોલ જામ્યાના પદલે ટીપે ટીપે સરોવર ભરાય ઉક્તિ ખરી પડ્યાં પછી હવે ભાદરવામાં ભરપૂર વરસાદની કહેવત ખરી થઇ જાય તો સરેરાશની સામે 100 ટકા વરસાદ થવાની આશા રાખી શકાશે. જિલ્લામાં 10 વાિર્ષક સરેરાશની સામે 77 ટકા જેટલો વરસાદ થઇ ચૂક્યો છે. નદી નાળામાં વરસાદી અને કેનાલના પાણી વહી ચૂક્યા છે, તેના કારણે સરેરાશ સારા કહેવાય તેવા વરસાદના પગલે સિંચાઇના અને પીવાના વર્ષભરના પાણીની સમસ્યાનો તો અંત આવી ગયો છે.

ગાંધીનગરમાં શહેર વિસ્તારમાં તો નર્મદાના પાણી પીવા માટે આપવામાં આવે છે. જિલ્લાના તમામ 291 ગામો અને દહેગામ, માણસા અને કલોલ શહેરને નર્મદા કેનાલ આધારિત સુજલામ સુફલામ યોજના હેઠળ આવરી લઇ પીવાનું શુદ્ધ ફિલ્ટર પાણી આપવાનું આયોજન કરાયું છે. પરંતુ નર્મદાના પાણી ઉપલબ્ધ હોય તો પણ 90 ટકા સુધી વરસાદ થઇ જાય પછી પીવાના પાણીની ચિંતા રહે તેમ નથી. કેમ કે, ભૂગર્ભના તળ સાજા થઇ જાય છે અને વરસાદ 77 ટકાએ પહોંચ્યા પછી ચોમાસુ માહોલ જળવાઇ રહેલો છે.

રાજ્યના ફ્લડ કંન્ટ્રોલ રૂમના સતાવાર આંકડા કહે છે કે, સૌથી ઓછો 18.44 ઇંચ વરસાદ ગાંધીનગર તાલુકામાં થયો છે. જ્યારે કલોલ તાલુકામાં 22.76 ઇંચ, દહેગામ તાલુકામાં 24.32 ઇંચ અને સૌથી વધુ માણસા તાલુકમાં 25.52 ઇંચ વરસાદ નોંધાયો છે. ગાંધીનગર જિલ્લાની સરેરાશ 29.52 ઇંચ વરસાદની છે. તેની સામે 22.76 ઇંચ વરસાદ પડી ગયો છે.

જિલ્લામાં ગાંધીનગર તાલુકામાં ઓછો વરસાદ

વરસાદનીટકાવારીમાં ગાંધીનગર તાલુકો પાછળ રહ્યો છે. છેલ્લા 10 વર્ષની તાલુકાવાર વરસાદની ટકાવારીની સરખામણીએ વખતે ગાંધીનગરમાં 66.63 ટકા વરસાદ થયો છે. જ્યારે કલોલમાં 78.23 ટકા, દહેગામમાં 78.64 ટકા અને માણસામાં 82.42 ટકા વરસાદ થયાનું સ્ટેટ કંટ્રોલ રૂમના સતાવાર આંકડા દર્શાવે છે.

ચોમાસુ ચિત્ર |જિલ્લામાં સિંચાઇ અને પીવાના પાણીની વર્ષની ચિંતા ટળી ગઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો