• Gujarati News
  • દહેગામમાં બાઇકના શો રૂમમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

દહેગામમાં બાઇકના શો રૂમમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એલ.સી.બી.એ બહુનામ ધારી રીઢા પિતા પુત્રને ઝડપી લીધા
ભાસ્કર ન્યુઝ દહેગામ
દહેગામ શહેરમાં અમદાવાદ રોડ પર આવેલ હીરો બાઇક પોઇન્ટ નામના શો રૂમનું તાળુ તોડી બે દિવસ પહેલા બાઇક,એકટીવા,લેપટોપ તેમજ બે હેલમેટની ચોરીના ગુનાનો ભેદ ગાંધીનગર એલ.સી.બી.એ ઉકેલી ચોરીના કેસમાં રોઢા પિતા પુત્રને મુદ્દામાલ સાથે ઝડપી લઇ દહેગામ પોલીસને સોંપતા પોલીસે તપાસ આગળ ધપાવી છે. બે ઇસમો નંબર પ્લેટ વગરના વાહન જેમાં એક હોન્ડા ડ્રીમ બાઇક અને હોન્ડા એકટીવા શકમંદ હાલતમાં લઇને નિકળ્યા હતા.તેમને પોલીસે રોકી નામ પૂછતા (૧) સંજય ઉર્ફે સુધીર ઉર્ફે સંદિપ ઉર્ફે પિન્ટુ ઉર્ફે રૂડો ઉર્ફે નિખીલ રમેશભાઇ ઉર્ફે રમણભાઇ ઉર્ફે તામાભાઇ ઉર્ફે રામજીભાઇ પંચાલ રહે.ગેરતપુર પ્રમુખનગર મકાન નં.૬૭ તા.દસ્ક્રોઇ જિ.અમદાવાદ તથા (૨) રમેશભાઇ ઉર્ફે રમણભાઇ ઉર્ફે રામાભાઇ ઉર્ફે રામજીભાઇ કરસનદાસ પંચાલ રહે.ગેરતપુર હોવાનું જણાવ્યુ હતુ.આ બંને પૈકી રમેશ પંચાલ પાસેના એકટીવાની ડેકીમાંથી લેપટોપ પણ મળી આવ્યુ હતુ.ત્યાર બાદ આ બંનેની ઉડાણ પૂર્વક પૂછપરછ કરતાં તેઓએ હોન્ડા બાઇક અને એકટીવા તેમજ લેપટોપની દહેગામ ખાતે હોન્ડા બાઇક પોઇન્ટ માંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
ઝડપાયેલ પિતા પુત્રો ૨૧ જેટલા ગુન્હામાં સામેલ
ગાંધીનગર એલ.સી.બી.એ ઝડપી પાડેલ બહુનામ ધારી પિતા પુત્રે અમદાવાદ શહેર,કલોલ અને મહેસાણા ખાતે વાહન ચોરી,ભંગાર ચોરીના ૨૧ જેટલા વિવિધ ગુન્હાઓમાં સંડોવાયેલા હતા.