તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રખિયાલનો શખ્સ ચોરીનાં બાઇક-રીક્ષા સાથે ઝડપાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરજિલ્લામાં વાહન ચોરીનાં બનાવો અટકાવવા માટે પોલીસ ખાસ સક્રિય બની છે. ગાંધીનગર એલસીબી પીએસઆઇ વિ યુ ગડરીયા પોતાની ટીમનાં જવાનો સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે તેમની ટીમનાં જવાનો જયવિરસિંહ તથા એલઆઇર દિગ્વીજયસિંહને રખીયાલ ગામનો રહેવાસી ભરત ચતુરભાઇ રાવળ ચોરીનાં બાઇક સાથે સેકટર 28નાં બગીચાથી ચરેડીનાં છાપરા તરફ જતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે વોચ ગોઠવીને ભરતને ચોરીનાં મોટર સાઇકલ સાથે ઝડપી લીધો હતો.

તેમની પુછપરછ કરતા તેમણે બાઇક ડીસેમ્બર 2014માં કાકરીયાથી ચોર્યુ હોવાનું કબુલ્યુ હતુ. જે ઉપરાંત તેમણે પાંચેક વર્ષ પહેલા અમદાવાદનાં મેઘાણીનગર વિસ્તારમાંથી સીએનજી રીક્ષા ચોરી હોવાની પણ કબુલાત કરી હતી. જે તેમણે કલોલનાં જાસપુર પાસે લઇ જઇને ટાયર કાઢી મુકી દીધી હતી. એલસીબી ટીમે સ્થળ પર જઇને જોતા ટાયર, સ્ટીરીંગ, એન્જીન, સીટો તથા એસેસરીઝ વગરની રીક્ષા મળી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો