• Gujarati News
  • જિલ્લામાં ૧૦ પીઆઇની આંતરિક બદલી

જિલ્લામાં ૧૦ પીઆઇની આંતરિક બદલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર જિલ્લાનાં જુદા જુદા પોલીસ સ્ટેશન તથા સચિલાવય સહિતનાં સ્થળો પર પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા ૧૦ આંતરીક બદલી કરવામાં આવી છે. સાથો સાથ ઇન્ફોસીટી તથા કલોલનાં સાંતેજની પોલીસ ચોકીને પણ પોલીસ સ્ટેશન બનાવીને પીઆઇ ક ાાનાં અધિકારીની નિમણુંક કરાઇ આવી છે.
ગાંધીનગર જિલ્લામાં વિકાસની સાથે સાથે વધતી જતી વસ્તીનાં કારણે ગુનાખોરીનું પ્રમાણ પણ વધી રાુ છે. જેના પગલે જિલ્લા પોલીસ દ્વારા પોતાની કામગીરીને સરળ તથા વધુ સુદ્રઢ બનાવવા સ્ટાફનું વિસ્તરણ કરીને કામગીરી સરળ કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર શહેરનાં સેકટર ૭ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ઇન્ફોસીટી વિસ્તારમાં પોલીસ ચોકી હતી. જેને પોલીસ સ્ટેશનનો દરજજો આપીને અડાલજમાં ફરજ બજાવતા સેકન્ડ પીઆઇ વાય એસ મિશ્રાને ચાર્જ સોપવામાં આવ્યો છે. જયારે કલોલ તાલુકાનાં પોલીસ સ્ટેશનની હદની સાંતેજ પોલીસ ચોકીને પણ પોલીસ સ્ટેશન બનાવીને કલોલ પીઆઇ બી એન દવેને ચાર્જ સોપવામાં આવ્યો છે. આ બંને નવા પોલીસ સ્ટેશનો બનવાનાં કારણે સેકટર ૭ પોલીસ તથા કલોલ તાલુકા પોલીસની કામગીરીમાં ભાગ પડી જતા કામનું ભારણ ઓછુ થશે. જયારે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ખાલી પડતી જગ્યા પર એલઆઇબી પીઆઇ એન એસ મલીકને બેસાડવામાં આવ્યા છે.
બદલી પામેલા પીઆઇની યાદી
પીઆઇનું નામ કયાં હતા કયાં મુકાયા
બી એન દવે કલોલ તાલુકા સાંતેજ
કે કે પંડયા ચિલોડા અડાલજ
વાય એસ મિશ્રા અડાલજ(સે.) ઇન્ફોસીટી
એસ એસ ગઢવી અડાલજ સચિવાલય સંકુલ
આર જી ભાવસાર કલોલ શહેર ચિલોડા
એન સી ભરવાડ લીરી- હે કવા. કલોલ શહેર(સે)
એસ સી રાઠવા સચિવાલય સંકુલ કલોલશહેર (સિ)
એન એસ મલિક એલઆઇબી કલોલ તાલુકા
પી ટી બોદર લીરી- હે કવા. કંટ્રોલ
કે એમ પ્રિયદર્શી સચિવાલય સંકુલ એલઆઇબી