તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

92 આંગણવાડીમાં કૂપોષિત બાળકો માટે વિશેષ અભિયાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર જિલ્લાની કુલ 1068 આંગણવાડી પૈકી 92 આંગણવાડીમાં 26મીને સોમવારથી ઘનિષ્ઠ પોષણ અભિયાનનો આરંભ કરાયો હતો. તેમાં જિલ્લાના 1287 કુપોષિત અને અતિ કુપોષિત બાળકોને આવરી લેવામાં આવ્યા છે. તે માટેનો કાર્યક્રમ જિલ્લાના કલોલ, માણસા, ગાંધીનગર અને દહેગામ તાલુકાથી શરૂ કરાયો છે. જો કે સૌથી વધારે કૂપોષિત બાળકોની સંખ્યા કલોલ પંથકમાં છે. અભિયાન દરમિયાન સતત 30 દિવસ સુધી બાળકોને પૌષ્ટીક આહાર આપી તંદુરસ્ત બનાવાશે.

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણયુક્ત ગુજરાત - કુપોષણમુક્ત ગુજરાતના સ્લોગન હેઠળ રાજ્યના અતિ કુપોષિત બાળકોની તંદુરસ્તીમાં વધારોકરવા આજથી 21 ઓક્ટોબર સુધી ઘનિષ્ઠ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. તેના ભાગરૂપે ગાંધીનગર જિલ્લાની 1068 આગણવાડીના બાળકોના આરોગ્યની તપાસ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન 92 આંગણવાડીના 1287 બાળકો અતિકુપોષિત જણાયા હતાં. તે તમામને અભિયાન હેઠળ આવરી લેવાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર કુપોષણ નિવારણ માટે શકિત આપતા, શરીરનો વિકાસકરતા અને રોગ સામે રક્ષણ આપતા ખોરાક બાળકોને આપવામાં આવશે. આવા બાળકોને સવારે 9થી 5 વાગ્યા સુધી આંગણવાડીમાં રાખવામાં આવશે અને દર 2 કલાકે પૌષ્ટિક આહાર ખવડાવવામાં આવશે. તેમાં ખાસ કરીને સવારે દૂધ-પૌઆ અને સાંજે વેજીટેબલ પુલાવ આંગણવાડીની બહેનો દ્વારા બાળકોને ખવડાવાશે. ઉપારાંત સોમવારથી શનિવાર સુધી દરેક દિવસે મસાલા ફાડા, ગળી ભાખરી અને તુવેરની દાળ, શીરો, વઘારેલા ચણા, સુખડી, ફાડા લાપસી, ભાત અને શાક, વઘારેલી ઇડલી, દૂધીના ઢેબરા અને વઘારેલી ખીચડી ખવડાવવામાં આવશે.

ગાંધીનગર જિલ્લાનાં 92 આંગણવાડીમાં તા 26મીને સોમવારથી ઘનિષ્ટ પોષણ અભિયાન શરૂ કરાયુ છે. 30 દિવસ ચાલનારા અભિયાનમાં યલ્લો અને રેડ ઝોનમાં આવતા 1287 બાળકોને તંદુરસ્ત બનાવવામાં આવશે.

30 દિ’ના અભિયાન હેઠળ 1287 બાળકોને આવરી લેવાશે

અન્ય સમાચારો પણ છે...