તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Kalol
  • બાલવામાં રહેણાંક વિસ્તારમાં દબાણ કરી ઉકરડા ખડકનાર સામે તંત્રનું મૌન

બાલવામાં રહેણાંક વિસ્તારમાં દબાણ કરી ઉકરડા ખડકનાર સામે તંત્રનું મૌન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં દબાણોની સંખ્યા પ્રતિદીન વધી રહી છે. પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા તેની સામે કામગીરી કરવામાં રસ દાખવવામાં આવતો નથી. ત્યારે કલોલનાં બાલવા ગામે રહેણાક વિસ્તારમાં એક માલધારી શખ્સે દબાણ કરીને ઉકરડાઓ ખડકી દેતા આસપાસનાં રહેવાસીઓનું રહેવુ મુશ્કેલી બની ગયુ છે. જે અંગે ગામનાં તલાટીથી માંડીને સ્વાગત ઓનલાઇનમાં મુખ્યમંત્રી સુધી ફરીયાદ કરવા છતા સરકાર તંત્ર સમસ્યાનું નિરાકરણ લાવવાને બદલે કચેરીમાં બેઠા બેઠા જવાબ ભરી દેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નાગરિકોનાં સ્વાસ્થ્ય તથા સ્વચ્છતાને લઇને મહાત્માં ગાંધી સ્વચ્છતા અભિયાન શરૂ કરાવવામાં આવ્યુ છે. ગ્રામ્ય વિસ્તારનાં ગરીબ પરીવારો માટે શૌચાલયો બાંધવામાં આવી રહ્યા છે. પરંતુ કેટલાક શખ્સે ગામડાઓમાં સરકારી જગ્યાઓ પચાવી પાડીને તેનાં પર ગંદકીનાં ઢગલા કરી રહ્યા છે. બાલવા ગામનાં રહેવાસી ભગવતી પ્રસાદ જાનીનાં જણાવ્યાનુંસાર તેમનાં ઘરની પાસે સરકારી જમીન પર દબાણ સર્જીને પાસે રહેતા એક માલધારી શખ્સ દ્રારા ઉકરડા ખડકી દેવામાં આવ્યા છે. હાલનાંવરસાદી દિવસોમાં જગ્યામાં પાણી ભરાવાનાં કારણે ઉકરડા ડુબમાં આવતા અસહ્ય ગંદકી નિર્માણ થઇ છે. બે વર્ષ પુર્વે સરકારી જગ્યામાં ગંદકી અટકાવવા તથા તેમનાં મકાનને પાણી ભરાવાથી થતુ નુકશાન રોકવા માટી નંખાવવાનો પ્રયાસ કરવામા આવતા કેટલાક શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જિલ્લામાં હાલ મેલેરીયા તથા ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગચાળો ચાલી રહ્યો છે ત્યારે સ્થિતી ખરેખર ભયાનક છે. વિસ્તાર છોડીને હીજરત કરવી પડે તેવી સ્થિતી નિર્માણ થઇ છે. દબાણમાં ગંદકી દુર કરવા તથા જવાબદાર વ્યક્તિ સામે પગલા લેવા ગામનાં તલસાટીથી માંડીને મામલતદાર, કલેકટર સમક્ષ ફરીયાદ કરવામાં આવી છે. પરંતુ કોઇ ઉકેલ આવતો નથી.

કલોલનાં બાલવા ગામે રહેણાક વિસ્તારમાં દબાણ કરીને સ્થાનીક શખ્સને ઉકરડા ખડકી દેતા વરસાદી પાણી ભરતા રોગચાળાની સ્થિતી નિર્માણ થઇ છે. જે અંગે સ્વાગત ઓનલાઇન સુધી ફરીયાદ કરવા છતા કોઇ નિકાલ આવતો નથી.

અન્ય સમાચારો પણ છે...