તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દંતાલીની કંપનીમાં ગેસ ગળતર : 11 ગંભીર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલનાદંતાલીની ફુડ બનાવવાની ફેક્ટરીમાં એમોનિયા ગેસનુ ગળતર થતાં કર્મચારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. ગેસ ગળતર વખતે કંપનીમાં મોટાભાગે મહિલા કર્મચારીઓ ફરજ બજાવી રહી હતી. ત્યારે મહિલા કામદારો સહિત અન્ય બે કર્મચારીઓને એમોનિયા ગેસની ઝેરી અસર થવા પામી હતી. જેથી તમામને અમદાવાદ ખાતેની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પોલીસે બનાવ અંગે તપાસ ચલાવી છે.

દંતાલી ગામની દિપ કિરણ ફ્રુડ પ્રા.લિ.માં કોઇ યાંત્રિક ખામી સર્જાવાના કારણે એમોનિયા ગેસ લીકેજ થયો હતો. એથી કામદારોમાં નાસભાગ થઇ હતી. દરમિયાન મહિલા કામદાર પાયલ પ્રજાપતિ,પારૂલ ખમાર,રીટા જંસારી,મનિષા રાઠોડ,ચેતના પટેલ, જલ્પા પટેલ,પુજા પટેલ,ગાયત્રી પટેલ, હેતલ સોની, તેમજ અજય ઠાકોર અને સુરેશ પરમારને એમોનિયા ગેસની ઝેરી અસર થતાં શ્વાસોશ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી. જેથી તમામને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગેસ ગળતરનો બનાવ બનતા કંપની દ્વારા તકેદારીના પગલા ભરવામાં આવ્યા હતાં. તેના કારણે મોટી હોનારત બનતા અટકી હતી. તેમ છતાં ગેસ ગળતર થયુ હોવાની વાત ગામમાં ફેલાતાં લોકોના ટોળા કંપની આસપાસ ઉમટી પડ્યાં હતાં. કેટલાક લોકોએ કંપનીની બેદરકારી સામે આક્રોશ ઠાલવ્યો હતો. જો કે કોઇ જાનહાનિ નહીં થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...