કલોલમાં સત્યમ સિનેમા પાસે રિક્ષામાં આગ લાગી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | કલોલમાં મહેન્દ્રમીલ રોડ પર આવેલ સત્યમ સિનેમાં પાછળ મેટ્રોના છાપરામાં રહેતા ભુલ્લણ બ્રહ્મદેવસિંહ યાદવ રીક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ રીક્ષા નંબર જીજે18 એવાય 4478માં સીટી મોલથી કપડાના પાર્સલ લઇ આણંદ ચોકડી ઉતારવા ગયા હતા અને રાત્રે 2 વાગે પરત ફરી રીક્ષાને પોતાના મકાન પાસે પાર્ક કરી હતી. જેમાં અચાનક આગ લાગી હતી. આગની જાણ બાજુમાં રહેતા બ્રીજનાથ પાલે કરતા લોકોએ પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવ્યો હતો. પણ આગ લાગવાના કારણે તેમની રીક્ષામાં નુકશાન થવા પામ્યુ હતું. પોલીસે આ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...