તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલના વિકાસ માટે બજેટમાં રૂ.108 કરોડની જોગવાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉદ્યોગઅને વેપાર ક્ષેત્રે સતત આગળ વધી રહેલા કલોલ શહેરના સર્વાંગી વિકાસ કરવા માટે પાલિકાના ભાજપી સત્તાધિશોએ ભારે પ્રયાસો હાથ ધર્યા છે. તે માટે છેલ્લા 6 માસથી કવાયત હાથ ધરવામાં આવી હતી. તેને સફળ કરવા માટે હવે આગામી વર્ષના બજેટમાં રૂ.108 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

કરોડોના ખર્ચે કલોલ શહેરના માર્ગો, સાફ-સફાઇ, સ્ટ્રીટ લાઇટ અને આરોગ્યા સેવાઓને વધુ સારી બનાવવામાં આવશે. તે ઉપરાંત શહેરના વિકાસમાં વધુ એક યશકલગીનો ઉમેરો કરવા માટે પણ ખાસ આયોજન કરાયુ છે. તેમ પાલિકાના ભાજપી પ્રમુખ આનંદિબેન પટેલે જણાવ્યું હતું. કલોલ નગરપાલિકાના પ્રમુખ આનંદિબેન પટેલના અધ્યક્ષસ્થાને ખાસ સાધારણ સભા મળી હતી. તેમાં આગામી 2017-2018 વર્ષનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં રૂ.13,37,05,023ની પુરાંત દર્શાવવામાં આવી છે.

સત્તાધારી પક્ષના જણાવ્યા અનુસાર આગામી વર્ષના બજેટમાં રૂ.38,98,75,023ની અંદાજીત ઉઘડતી સિલક તેમજ વર્ષ 2017-2018 ની અંદાજીત આવક 83,09,80,000 દર્શાવામાં આવી છે. બજેટમાં કલોલના વિકાસના કામો માટે રૂ.108 કરોડ ફાળવવામાં આવશે. તેમજ અંદાજીત 13.37 કરોડની પુરાંત વાળુ બજેટ રજુ કરવામાં આવ્યું હતું.

શહેરના સર્વાંગી વિકાસ કરવા માટે પાલિકાના ભાજપી સત્તાધિશોએ છેલ્લા 6 માસથી કવાયત હાથ ધરવામાં આવી

કલોલ પાલિકાનું 13.37 કરોડનું પુરાંતવાળુ બજેટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો