તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • Kalol
 • સ્વચ્છતા મિશન રહ્યું અધુરંુ: જિલ્લામાં 21, 182 શૌચાલય બનાવવાના બાકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વચ્છતા મિશન રહ્યું અધુરંુ: જિલ્લામાં 21, 182 શૌચાલય બનાવવાના બાકી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડાપ્રધાનનરેન્દ્ર મોદીની કલ્પના પ્રમાણેનું કામ રાજ્યના પાટનગરના જિલ્લામાં થતું નથી. જેના પર સૌથી વધુ ભાર મુકાઇ રહ્યો છે તે સ્વચ્છતા મિશન અભિયાન ગાંધીનગરમાં અધુરુ રહી ગયું છે. પરિણામ આવ્યું છે કે ગાંધીનગર જિલ્લામાં બેઝલાઇન સર્વે 2012 પ્રમાણે જિલ્લામાં 21, 182 વ્યક્તિગત શૌચાલય બનાવવાના હજુ પણ બાકી બોલે છે. હકિકત વિધાનસભા પ્રશ્નોત્તરીમાં સરકારના ગ્રામ વિકાસ મંત્રી જયંતિ કવાડિયા દ્વારા આપવામાં આવી છે. મંત્રીએ દહેગામના ધારાસભ્ય કામીનીબા રાઠોડના પ્રશ્નનાં જવાબમાં વિશેષમાં એવી માહિતી આપી છે કે જિલ્લામાં વર્ષ 2015માં 11, 848 સામે 2016માં 24, 480 શૌચાલય બન્યા હતાં. તેના માટે ચૂકવવામાં આવેલી સહાયનો આંકડો રૂપિયા 39.89 કરોડ થવા જાય છે.

ગાંધીનગર જિલ્લામાં તાલુકાવાર સ્વચ્છતા મિશન અંતર્ગત બાંધવામાં આવેલા શૌચાલયની આંકડાકીય માહિતી એવી મળી છે કે ડિસેમ્બર 2016ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષ દરમિયાન સૌથી ઓછા ગાંધીનગર તાલુકામાં 6, 922 શૌચાલય બંધાયા હતાં. કલોલ તાલુકામાં 7, 824, માણસા તાલુકામાં 9, 083 અને દહેગામ તાલુકામાં સૌથી વધુ 12, 499 શૌચાલય બાંધવામાં આવ્યા હતાં અને તમામ કિસ્સામાં જે શૌચાલય બેઝલાઇન સર્વે મુજબ બાંધવામાં આવ્યા હતાં. તેમાં સરકારી ફાળાના નાણાં ચૂકવી દેવામાં આવ્યા છે.ક્યા તાલુકામાં કેટલા શૌચાલય બનાવવાના બાકી છે તેવા પ્રશ્નના જવાબમાં રાજ્યના ગ્રામ વિકાસ મંત્રીએ આપેલી માહિતી પ્રમાણે ગાંધીનગર જિલ્લામાં 4 તાલુકા પૈકા દહેગામ તાલુકામાં સૌથી વધુ 9, 431 શૌચાલય બાંધવાના બાકી છે. ત્યાર બાદ ગાંધીનગર તાલુકામાં 8, 030 શૌચાલય, માણસા તાલુકામાં 2, 228 શૌચાલય અને કલોલ તાલુકામાં સૌથી ઓછા 1, 493 શૌચાલય બાંધવાના બાકી છે. કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા માટે કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા વિશેષ કાર્ય યોજના તૈયાર કરીને તેના પર કામ શરૂ કરાયુ છે.

સરપંચોને વિકાસકામે માટે 45 લાખ ફાળવ્યા

છેલ્લાબે વર્ષ દરમિયાન લોકોપયોગી અને તાકીદના કામ કરવા માટે સરપંચોને રૂપિયા 45 લાખની ફાળવણી કરાયાનું રાજ્યના પંચાયત મંત્રીએ અમરાઇવાડીના ધારાસભ્ય હસમુખભાઇ પટેલના પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે. તેમણે આપેલી માહિતી પ્રમાણે દહેગામ તાલુકામાં 13.95 લાખ, ગાંધીનગર તાલુકામાં 10.95 લાખ, કલોલ તાલુકામાં 10.45 લાખ અને માણસા તાલુકામાં 9.95 લાખની રકમ સરપંચોને ફળવાઇ હતી.

બે વર્ષમાં 39.89 કરોડના ખર્ચથી 36, 328 શૌચાલય બન્યા હતાં

વિધાનસભામાં સરકારના ગ્રામ વિકાસ મંત્રી દ્વારા અપાઇ માહિતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો