તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલોલમાં અખાદ્ય લોટથી પકોડી બનાવતા ધંધાર્થી સામે કાર્યવાહી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | કલોલના કલ્યાણપુરા, ધરમચોકની ગંદકી અંગે 21ઓગષ્ટના રોજ દિવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ થતા મંગળવારે સવારે કલ્યાણપુરામાં પાલિકાની ટીમે ખુલ્લામાં પકોડી બનાવતા ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડી અખાદ્ય લોટ, બટાટા, ચણા અને તેલનો નાશ કરી3, 500નો ચાર્જ વસુલ કર્યો હતો.

પાલિકાની ટીમે દરોડો કરી અખાદ્ય વસ્તુઓનો નાશ કરી દંડ વસુલ્યો
કલોલના કલ્યાણપુરામાં મકાન ભાડે રાખીને રહેતા પર પ્રાંતીય લોકો દ્વારા કાદવ કીચડથી લથબથ જગ્યામાં ખુલ્લામાં જ પકોડી તથા મસાલો બનાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હોવાની રજુઆત કલ્યાણપુરા તથા ધરમચોકના રહીશોએ કલોલ પાલિકા તથા ઉચ્ચકક્ષાએ કરી હતી. જે અંગે પાલિકાના ફુડ સેફ્ટી ઓફીસર રાજેશભાઇ વાઘેલા તથા સેનેટરી ચેરમેન પ્રકાશભાઇ કટારીયા સહીતની ટીમે ત્રાટકી તપાસ કરી 15 કિલો અખાદ્ય બાંધેલો લોટ, સાત લીટર અખાદ્ય તેલ, પકોડી, સડેલા બટાટા અને ચણા સહીતની અખાદ્ય વસ્તુઓનો નાશ કર્યો હતો.

પાલિકાના તંત્ર દ્વારા રૂપિયા 3, 500નો વહીવટી ચાર્જ વસુલ કરીને ધંધાર્થીઓને નોટીસો પણ ફટકારી હતી.

દિવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ થયેલા સચિત્ર અહેવાલના પગલે તંત્રએ પગલાં લીધા
તસવીર : ધર્મેન્દ્ર જોશી

અન્ય સમાચારો પણ છે...