કલોલના પાલિકા વિસ્તારમાં પાણીપુરીનું વેચાણ બંધ કરાવાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ પાલીકાની ફુડ શાખા દ્વારા પંદર દિવસથી કલોલના જુદા જુદા વિસ્તારોમાં દરોડા પાડીને બિન આરોગ્યપદ પાણીપુરી સહીત અખાદ્ય ચીજોની તપાસ કરી તેનો નાશ કરવાનુ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. તેમજ કલોલમાં પાણીપુરીના વેચાણ પર તવાઇ ઉતારવામાં આવતા પાણીપુરીના રસીયાઓમાં નિરાશા વ્યાપી છે. પરંતુ પાલિકા વિસ્તારમાં બિન આરોગ્યપ્રદ પાણીપુરી સહીતની અખાદ્ય ચીજોથી જાહેર આરોગ્યને થતા નુકશાનના પગલે ફુડ શાખા દ્વારા આવુ વેચાણ બંધ કરાવાયુ છે.

રાજ્યમાં પાણીપુરી સહીત ખુલ્લામાં વેચાતા અખાદ્ય ચીજોની તપાસ કરી તેનો નાશ કરવાની વ્યાપક ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે કલોલ નગરપાલીકાના પ્રમુખ તિમિરભાઇ જયસ્વાલ તેમજ ચિફ ઓફિસર મનોજભાઇ સોલંકીની સુચના મુજબ પાલીકા તંત્રના ફુડ સેફ્ટી ઓફીસર રાજેશકુમાર વાઘેલા સહિતના સ્ટાફની ટીમ દ્વારા કલોલમાં જાહેરમાં જુદા જુદા વિસ્તારમાં બિન આરોગ્યપ્રદ પાણીપુરી સહીતની અખાદ્ય ચીજોના વેચાણ પર રોક લગાવાઈ છે.

કલોલમાં પાલિકા દ્વારા પાણીપુરી બજાર બંધ કરાવાયું. તસવીર: ધર્મેન્દ્ર જોષી

અન્ય સમાચારો પણ છે...