સંસ્કાર યૂથ ફાઉન્ડેશન 100 ગરીબ બાળકોનો શિક્ષણનો ખર્ચ ઉપાડશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલોલશહેરમાં સેવા ક્ષેત્રે કાર્યરત સંસ્કાર યૂથ ફાઉન્ડેશન દ્રારા 100 ગરીબ બાળકોના શિક્ષણનો ખર્ચ ઉપાડી લેવા માટેની યોજના અમલી કરવામાં આવી છે. દત્તક લેવાયેલા બાળકોને અભ્યસ માટે ઉપયોગી વસ્તુઓની એક હજાર રૂપિયાની કિટ આપવામાં આવશે. તે માટે 19મીએ ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

સામાજીક સેવાના કાર્ય સાથે સંકળાયેલી સંસ્થા દ્વારા વર્ષ ગરીબ બાળકોને શિક્ષણ માટે મદદરૂપ થવાનો ધ્યેય નક્કી કરાયો છે. સંસ્થા 100 બાળકોને દતક લેવા જઇ રહી છે. પ્રસંગે તા.19-6-2016ના રોજ મહેન્દ્ર મિલ રોડ પર આવેલા ગણેશ પાર્ટી પ્લોટ ખાતે સાંજે 6 કલાકે ઉડાન-2016ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.

કાર્યક્રમમાં રાજ્ય મંત્રી તારાચંદજા છેડા, ર્ડા.કે.એમ.લાખીયા, ફિલ્મ હિરોઇન અવની મોદી, તેમજ ‘દાવ થઇ ગયો યાર’ ગુજરાતી ફિલ્મના કલાકારો, તારાક મહેતા કા ઉલ્ટા ચશમા તથા ટી.વી ચેનલના જાણીતા કલાકારો ઉપસ્થિત રહેશે.તેમાં સંસ્કાર યૂથ ફાઉન્ડેશનના ઉડાન-2016 કાર્યક્રમ અંતર્ગત 100 વિદ્યાર્થીઓને અભ્યાસની સંપૂર્ણ કિટ એનાયત કરવામાં આવશે. પ્રકારનો કાર્યક્રમ યુવાનો માટે પ્રેરણાદાયી બની રહે તેવો સંસ્થાનો આશય છે.

અન્ય સમાચારો પણ છે...