તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • Kalol
 • માણસામાં સ્વા‍તંત્ર્ય દિને જિલ્લાકક્ષાનો સમારોહ : ઉજવણીનું ગ્રાન્ડ રિહર્સલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માણસામાં સ્વા‍તંત્ર્ય દિને જિલ્લાકક્ષાનો સમારોહ : ઉજવણીનું ગ્રાન્ડ રિહર્સલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરજિલ્લા કક્ષાના ૭૦મા સ્વાડતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી એસ.ડી.આર્ટસ એન્ડ બી.આર.કોમર્સ કોલેજ કમ્પાઉન્ડ, માણસા ખાતે યોજવામાં આવી છે. સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ રાજય મંત્રી શંકરભાઇ ચૌઘરીના હસ્તે્ ધ્વજવંદન કરાશે. જિલ્લામ કક્ષાના કાર્યક્રમની ઉજવણીનું 13મી ઓગષ્ટના રોજ માણસા ખાતે ગ્રાન્ડ રિહર્સલ યોજવામાં આવ્યું હતું.

જિલ્લા કલેકટર સતીશ પટેલે સ્વાલતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે યોજાનાર પરેડ તથા વિવિધ શાળાઓના યોજાનાર દેશભક્તિના સાંસ્કૃેતિક કાર્યક્રમનું નિરીક્ષણ કર્યું હતું. મહાનુભાવોની બેઠક વ્યવસ્થાો, જાહેર જનતા માટે કરવામાં આવેલી બેઠક વ્યવસ્થાે જેવી અનેક બાબતોનું ખુબ બારીકાઇથી નિરીક્ષણ કરીને જરૂરી સૂચના આપી હતી. જિલ્લાની વિવિધ શાળાઓના બાળકોએ સુંદર સાંસ્કૃજતિક- રાષ્ટ્રહભક્તિસભર કૃતિઓ રજૂ કરી હતી.

પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.દેસાઇ, જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવ, નિવાસી અધિક કલેકટર વી.જી.કાલરિયા, કલોલ પ્રાંત અઘિકારી સી.એમ.પાડલિયા સહિત સંબંધિત અઘિકારીઓ અને શાળા તથા કોલેજાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. રીહર્સલમાં અધિકારીઓ, કર્મચારીઓ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી દરેકે દરેક સ્કૂલ, સંસ્થા તથા કોલેજના રીહર્સલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

માણસા મુકામે ગાંધીનગર જિલ્લા કલેકટર સતીશ પટેલે શનિવારે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે યોજાનાર પરેડ તથા વિવિધ શાળાઓના યોજાનાર દેશભક્તિના સાંસ્કૃેતિક કાર્યક્રમનું નિરીક્ષણ કર્યું હતું.

જિલ્લા કલેકટર સતીશ પટેલે પરેડ અને દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમનું નિરીક્ષણ કર્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો