તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદેશી દારૂ મુકી બે શખ્સો ફરાર થઇ ગયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ શહેરમાં રેલ્વે સ્ટેશન પાસે અહેમદી સોસાયટી નજીકથી બાઇક પર વિદેશી દારૂ લઇ જવાતો હોવાની બાતમીના આધારે શહેર પોલીસે વોચમાં રહીને 2જીએ રાત્રે પસાર થતા બાઇક ને અટકાવ્યુ હતુ.

પોલીસને જોઇ બાઇક ચાલક તેમજ પાછળ બેઠેલ શખ્સ બાઇક મુકીને ભાગી છુટ્યા હતા. પોલીસે બાઇક પર લટકેલા થેલા તપાસ કરતા તેમાંથી રૂપિયા 4500ની કિમતની 15 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ તેમજ બાઇક મળી કુલ 34,500નો મુદ્દામાલ જપ્ત કરી નાસી છુટેલા આરોપીઓ સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...