તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચિલોડા PI વાઘેલાની કલોલ બદલી દહેગામ બંદોબસ્તમાં ઢીલની ચર્ચા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | હિંમતનગર-અમદાવાદ હાઇ-વે પર પડતા ચિલોડા પોલીસ સ્ટેશનનાં પીઆઇ એલ ડી વાઘેલાનાં નામે કોઇને કોઇ બાબતે ચર્ચા થતી રહે છે. ત્યારે અચાનક જ ચિલોડા પોલીસ સ્ટેશનનો હવાલો ખેંચી લઇને કલોલમાં સેકન્ડ પીઆઇ તરીકે મોકલી દેવાતા ચર્ચા જાગી છે. દહેગામમાં સામે આવેલા રાયોટીંગનાં બનાવ સમયે પીઆઇને તાત્કાલીક પહોચવા આદેશ છતા ટાણે ન પહોચતા આ બદલી કરાયાનું પોલીસ સુત્રોનું કહેવુ છે.

ઉપરવટ જઇને સસ્પેન્ડનો હુકમ રદ કરાવી આવ્યા હોવાની પણ ચર્ચા
જયારે ઇન્ચાર્જ એસપીએ ખાતાકીય બદલી ગણાવીને કોમેન્ટ કરવાની ના પાડી હતી. ચિલોડા પોલીસ સ્ટેશનની હદમાંથી ઓક્ટોબર 2017માં આર આર સેલની ટીમે ટવેરામાંથી રૂ1.97 લાખનો દારૂ પકડીને ચિલોડા પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. ત્યારે પીઆઇ એલ ડી વાઘેલા વિદાય સમારોહમાં વ્યસ્ત હતા. ત્યારે રેન્જ ડીઆઇજીનાં આદેશનાં પગલે સસ્પેન્ડ કરીને લીવ રીઝર્વમાં મુકી દેવાયા હતા.

જો કે તત્કાલીન ડીજીપી ગીથા જોહરીએ રેન્જ ડીજીપીનાં હુકમને રદ કર્યો હતો અને વાગેલા ચિલોડા પોલીસ સ્ટેશન પાછા ફર્યા હતા. ત્યારે પણ વાઘેલા અધિકારીઓની ઉપરવટ જઇને સસ્પેન્ડનો હુકમ રદ કરાવી આવ્યા હોવાની પોલીસ બેડામાં ચર્ચા જાગી હતી.

ત્યારે પીઆઇ વાઘેલા પાસેથી ફરી ચિલોડા પોલીસ સ્ટેશનનાં પીઆઇ તરીકે ચાર્જ લઇને કલોલ પોલીસ સ્ટેશનમાં મુકી દેવામાં આવ્યા છે. અચાનક બદલીને લઇને જુદી જુદી ચર્ચાઓ ચાલી છે.

ઇન્ચાર્જ એસપી કે એફ બળોલીયા સાથે બદલી મુદ્દે વાતચિત કરતા ખાતાકીય વિષય તથા રૂટીન બદલી હોવાનું જણાવીને આ બાબતે વધારો કોમેન્ટ કરવાની ના પાડી હતી.

પોલીસ સુત્રોનાં જણાવ્યાનુંસાર દહેગામ બંદોબસ્તમાં સમયસર હાજર ન થતા પીઆઇ વાઘેલાની બેદરકારીને ધ્યાને રાખીને બદલી કરવામાં આવી છે. સામાન્ય રીતે વહીવટી બદલીમાં સમક્ષ જગ્યાએ સમકક્ષ હોદ્દા પર બદલી થતી હોય છે.

પરંતુ સેકન્ડ પીઆઇ તરીકે મુકવામાં આવે ત્યારે કોઇ કારણ જરૂર હોય છે.

અન્ય સમાચારો પણ છે...