• Gujarati News
  • વેડામાં દારૂનો જંગી જથ્થો રાખનાર શખ્સ છૂમંતર

વેડામાં દારૂનો જંગી જથ્થો રાખનાર શખ્સ છૂમંતર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલતાલુકાના વેડા ગામના ચાવડા વાસમાં પોલીસે દરોડો પાડ્યો ત્યારે દારૂનો વેપલો કરનાર શખ્સ પોલીસને ચકમો આપી નાસી છૂટ્યો હતો. જો કે પોલીસે વેગનઆર ગાડીમાંથી દારૂની 133 બોટલ અને બિયરના 30 ટીન મળી કુલ ~ 45 હજારનો ઝડપી પાડ્યો હતો. દારૂનો ધંધો કરનાર વનરાજસિંહ સામે પોલીસે ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા અનેક પ્રયાસો હાથ ધર્યા હતાં. પરંતુ તે નિષ્ફળ ગયાં છે.

પોલીસે ગઇ કાલે વેડા ગામના ચાવડા વાસમાં દરોડો પાડ્યો હતો. ત્યારે ત્યાં એક વેગનઆર કાર પાર્ક કરેલી હતી. તેમાંથી વિવિધ બ્રાન્ડની પંજાબ બનાવટની દારૂની બોટલો મળી આવી હતી. તેમાં 133 બોટલો અને 30 નંગ બિયરના ટીનનો જથ્થો સંતાડેલો હતો. દારૂના જથ્થાની કિંમત ~ 45,300 થાય છે. ઉપરાંત ~ એક લાખની ગાડી પણ પોલીસે કબજે કરી હતી. આમ પોલીસે કુલ ~ 1,45,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે તપાસ કરતાં વનરાજસિંહનું મકાન બંધ હતુ અને તે ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો. તેને શોધવા માટે બાતમીદારો કામે લગાવ્યા હતાં.