સ્ટાફને ધમકી મળતા મોખાસણની બેંકમાં પોલીસ બંદોબસ્તની માગણી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલતાલુકાના મોખાસણમાં આવેલી દેના બેંકના સ્ટાફ સાથે અયોગ્ય વર્તન કરી સ્ટાફને ધમકી આપનાર પૂર્વ સરપંચ સામે કાર્યવાહી કરવા અને બેંકમાં પુરતો પોલીસ બંદોબસ્ત ફાળવવા માટે મેનેજરે પોલીસમાં લેખિત રજૂઆત કરી છે.

બેંક મેનેજરે પોલીસ મથકમાં આપેલી અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે ગામના પૂર્વ સરપંચ અનિલભાઇ પટેલ ગામની કોઇ વ્યક્તિને સાથે લઇને આવ્યા હતાં અને લગ્ન પ્રસંગ માટે તેમના ખાતામાંથી રોકડ આપવા દબાણ કર્યુ હતું. આરબીઆઇની ગાઇડલાઇન મુજબ આવશ્યક કાર્યવાહી વગર રોકડ આપવા માટે સ્ટાફ સાથે રકઝક કરી ધાકધમકી આપી હતી અને મહિલા કર્મચારીને બિભત્સ શબ્દો બોલી સ્ટાફને ધમકી આપી હતી. જેથી બેંકમાં પુરતો પોલીસ બંદોબસ્ત ફાળવવા અને ગેરવર્તન અંગે માફી માગે અને હવે પછી આવુ વર્તન નહીં કરુ તેવી ખાતરી આપે. જો તેમ કરવા તૈયાર થાય તો ફરિયાદ દાખલ કરવા માગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...