તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

200 ગામમાં લેન્ડ રેકર્ડની કામગીરી પૂર્ણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરજિલ્લામાં જમીનના રી સરવેની કામગીરી ઝડપભેર આગળ વધારવામાં આવી રહી છે. કલેક્ટર સતિષ પટેલે જણાવ્યું કે 290 પૈકીનાં 200 ગામમાં લેન્ડ રેકર્ડનું નવેસરથી પ્રમોલગેશન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. ડિસ્ટ્રીક્ટ લેન્ડ રેકર્ડ ઇન્સપેક્ટરની કચેરીના સુત્રોના જણાવવા પ્રમાણે હવે આગામી દિવસોમાં ગાંધીનગરના વધુ 13, કલોલના 10અને દહેગામ તથા માણસાના 6-6 ગામમાં રી સરવે શરૂ કરાશે. તેના સંબંધે ગામના ખાતેદારોને નોટિસ આપીને વાંધા સુચન મેળવવા માટેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.

લેન્ડ રેકર્ડ ઇન્સપેક્ટરના જણાવવા પ્રમાણે જિલ્લાના ચારે તાલુકાના મળીને વધુ 35 ગામમાં બીનખેતી અને ટાઉન પ્લાનિંગ સ્કીમ સિવાયના સરવે અને બ્લોક્સમાં આવેલા જમીનના નંબરોમાં રી સરવેમાં તૈયાર કરવામાં આવેલા રેકર્ડને આખરી કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવનાર છે. સંબંધે ઉપરોક્ત ગામ વિસ્તારના ખાતેદારોને રી સરવે પછી તૈયાર કરવામાં આવેલા રેકર્ડ સામે વાંધો હોય તો રજૂ કરવા માટેની નોટિસો આપી દેવામાં આવી છે તથા જેમને નોટિસ મળી હોય તેમને જિલ્લા સેવા સદનનાં 4થા માળે આવેલી કચેરી પરથી નોટિસ મેળવી લઇને વાંધા રજૂ કરી દેવા જણાવવામાં આવ્યું છે.

ક્યા તાલુકાના ક્યા ગામનો સમાવેશ થયો

લેન્ડ રેકર્ડના રી સરવેની કામગીરીમાં જે 35 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં ગાંધીનગર તાલુકાના બાસણ, પિરોજપુર, લવારપુર, આલમપુર, ભોયણ રાઠોડ, નવા ધરમપુર, પુન્દ્રાસણ, મેદરા, માધવગઢ, પિંપળજ, આદરજ મોટી, ધણપ અને કોટેશ્વર, જ્યારે કલોલ તાલુકાના વાયણા, વાગોસણા, ઇસંડ, ડિંગુચા, રામનગર, બિલેશ્વરપુરા, દંતાલી, ખાત્રજ, મુબારકપુરા અને પલિયડ, દહેગામ તાલુકામાં સામેત્રી, હિલોલવાસણા, પહાડિયા, સાંપા, સાણોદા અને નાંદોલ તથા માણસા તાલુકાના ગુલાબપુરા, ખડાત, અમરપુરા, રિદ્રોલ, પડુસ્મા અને પારસા ગામનો સમાવેશ થાય છે.

ખાતેદારોને રી સરવે પછી તૈયાર કરવામાં આવેલા રેકર્ડ સામે વાંધો હોય રજુ કરી શકશે

અન્ય સમાચારો પણ છે...