તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છત્રાલ ગામમાં પાટીદાર યુવકની હત્યાના વિરોધમાં આવેદનપત્ર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ તાલુકાના છત્રાલમાં હિન્દુ યુવકની મુસ્લિમો દ્વારા કરાયેલ હત્યાના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી હત્યારાઓને ઝડપી કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા મંગળવારે કલેક્ટરને અપાયેલા અાવેદનપત્રની વિગત એવી છે કે છત્રાલના અશોકભાઇ પટેલની મુસ્લિમો દ્વારા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ હતી, જે ભય ફેલાવવાનું કૃત્ય છે.

હત્યાના ત્રણ દિવસ વિતી જવા છતાં હત્યારાઓને પકડવામાં આવ્યા નથી. ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન બને અને હત્યારાઓની ધરપકડ કરવા સહિત તેમને પ્રોત્સાહન આપનારાઓ વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવા માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...