• Gujarati News
  • {ગ્રામજનો અને 6 શકમંદોની પૂછપરછ કરવા છતાં કોઇ સચોટ માહિતી કે પુરાવા મળ્યાં

{ગ્રામજનો અને 6 શકમંદોની પૂછપરછ કરવા છતાં કોઇ સચોટ માહિતી કે પુરાવા મળ્યાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ગ્રામજનો અને 6 શકમંદોની પૂછપરછ કરવા છતાં કોઇ સચોટ માહિતી કે પુરાવા મળ્યાં

ભાસ્કરન્યૂઝ . કલોલ

ઝાડઉપરથી પડી ગયેલા કલોલ તાલુકાના મોખાસણ ગામના યુવાનનું સારવાર બાદ મોત થયુ હતું. ઘટનામાં મૃતકના ભાઇએ પોલીસ સમક્ષ કરેલી શંકાના આધારે પોલીસે બનાવનું સ્થળ શોધવા એફએસએલની મદદ લીધી હતી. કલોલ તાલુકા પીએસઆઇ ડી.ડી પરમારે જણાવ્યું કે મોખાસણ ગામનો લાભુભાઇ બજાણીયા (ઉં-32) બેસતા વર્ષના દિવસે ગામની સીમમાં લાકડા લેવા ગયો હતો. ત્યાં ઝાંડ ઉપરથી પડી જતાં ગુદા પાસે લાકડુ ઘુસી ગયુ હતું. જે તેણે જાતે કાઢીને ગાંધીનગર સિવિલમાં 108 મારફતે દાખલ થયો હતો. જ્યાં તેણે જેડ ઉપરથી પડી જવાથી થયુ હોવાની વાત કરતાં ટાંકા લઇ સારવાર આપી તેને ઘરે જવા દેવાયો હતો. દરમિયાન 2 દિવસ પછી ફરી સિવિલમાં જઇ દુ:કાવો થતો હોવાની ફરિયાદ કરતાં વધુ તપાસ બાદ લાભુને અમદાવાદ સિવિલમાં ટ્રાન્સફર કરાયો હતો. જ્યાં તેનું ઓપરેશન કરાતાં પેટમાંથી લાકડાની છાલ નિકળી હતી. તેના કારણે પરૂ થઇ ગયુ હતું. તેની સારવાર દરમિયાન લાભુની હાલત વધુ બગડતાં તેનો ભાઇ શૈલેષ 11મીએ પોલીસ મથકમાં આવ્યો હતો હતો અને 4થી 5 જણાએ લાભુને માર્યો હોવાની શંકા કરી તે દિશામાં તપાસ કરવા કહ્યું હતું. દરમિયાન 12મી નવેમ્બરે અમદાવાદ સિવિલમાં લાભુનું મોત થયુ હતું. ચર્ચાસ્પદ બનેલા બનાવમાં પોલીસે 6 શકમંદોની સાથે ગ્રામજનોની પૂછપરછ કરી હતી. તેમાં કોઇ વ્યક્તિએ બનાવ સ્થળે જોયો હોવાનું જણાવ્યુ હતું. દરમિયાન એફએસલી ટીમ દ્વારા ખેતરોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે તબીબી સૂત્રોના કહેવા મુજબ કોઇ બીજા વ્યક્તીઓ દ્વારા લાકડુ ઘુસાડાયુ હોય તેવુ બની શકે નહીં. તે ઝાડ ઉપરથી પટકાયો હોય તો દુંટી સુધી લાકડુ ઘુસી શકે.

મોખાસણગામના યુવાનના શંકાસ્પદ મોતની તપાસમાં એફએસલની મદદ