• Gujarati News
  • આરસોડીયામાં યુવાને ઝેરી દવા ગટગટાવી

આરસોડીયામાં યુવાને ઝેરી દવા ગટગટાવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરસોડીયામાં યુવાને ઝેરી દવા ગટગટાવી

કલોલ|કલોલનાપૂર્વ વિસ્તારમાં આવેલા આરસોડીયા ગામે શિવાજી કોદરજી ઠાકોર (રહે. મોહન સુથારની ચાલી કલ્યાણપુરા) ખેતરમાં જઇ અગમ્ય કારણોસર ઘઉંમાં નાંખવાની ઝેરી દવા પી લીધી હતી. થોડા સમય પછી ઝેરની અસર થવા લાગતા તેને તાબડતોડ સારવાર અર્થે કલોલના વીમાયોજના દવાખાને લઇ જવામાં આવ્યો હતો. જયાંથી વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. બનાવની જાણ પોલીસને કરતાં પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.